BCCI સામે ફરી ઉઠ્યા સવાલ, રાહુલ દ્રવિડનો કેસ લડવો છે તો સચિન, ગાંગુલી અને લક્ષ્મણનો કેમ નહીં?

હિતોના ટકરાવના મામલાનો સામનો કરી રહેલા રાહુલ દ્રવિડનો કેસ બીસીસીઆઈ લડશે. આ વાતને લઈને બીસીસીઆઈના અધિકારીઓ સીઓએ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. 
 

BCCI સામે ફરી ઉઠ્યા સવાલ, રાહુલ દ્રવિડનો કેસ લડવો છે તો સચિન, ગાંગુલી અને લક્ષ્મણનો કેમ નહીં?

નવી દિલ્હીઃ બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ નિર્ણય લીધો છે કે તે હિતોના ટકરાવના મામલામાં રાહુલ દ્રવિડનો કેસ લડશે. તેના આ નિર્ણય પર સવાલ થવા લાગ્યા છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, જો સીઓએ રાહુલ દ્રવિડનો કેસ લડે છે તો આ પ્રકારના મામલામાં તેણે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણનો કેસ કેમ ન લડ્યો?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લોકપાલ ડીકે જૈને હાલમાં રાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ (એનસીએ)ના પ્રમુખ દ્રવિડને હિતોના ટકરાવના મામલે નોટિસ મોકલી છે. દ્રવિડને સુનાવણી માટે 26 સપ્ટેમ્બરે પોતાની પાસે બોલાવ્યો છે. 

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, સીઓએએ હિતોના ટકરાવના મામલામાં જે પ્રકારનું વલણ દ્રવિડ માટે અપનાવ્યું છે તેવું વલણ તેણે સૌરવ, સચિન અને લક્ષ્મણના મામલે અપનાવવાનું હતું. અધિકારીએ કહ્યું, 'ઈમાનદારીથી કહું તો સીઓએનું મનમાની વલણ સમજાતું નથી. બીસીસીઆઈની નજરમાં તમામ પૂર્વ ખેલાડી સમાન હોવા જોઈએ. જો હવે સીઓએએ નક્કી કર્યું છે કે તે દ્રવિડના મામલામાં પોતાના વકીલની નિયુક્તિ કરશે તો આ વિચાર સચિન, ગાંગુલી અને લક્ષ્મણના માલમામાં કેમ અમલમાં મુકવામાં ન આવ્યો? શું તે માનદ ભૂમિકામાં હતા એટલે અને પ્રત્યક્ષ રીતે બીસીસીઆઈના કર્મચારી ન હતા. આ ખરેખર અયોગ્ય છે.'

એક અન્ય અધિકારીએ આ વાતનું સમર્થન કર્યું અને આ પ્રકારની એક ઘટનાને ઉઠાવી જ્યાં એમવી. શ્રીધરને ડાયરેક્ટર (ક્રિકેટ સંચાલન)ના પદથી હિટોના ટકરાવના મામલાને કારણે હટવું પડ્યું હતું પરંતુ બોર્ડ દ્વારા તેને વકીલ ઉપલબ્ધ ન કરાવવામાં આવ્યો. 

આ અધિકારીએ કહ્યું, 'અમારે તેના માટે પણ ડીઆરએસ જોઈએ.' જો તમે થોડા વર્ષ પાછળ જાવ તો શ્રીધરે હિતોના ટકરાવના મામલાને કારણે રાજીનામું આપવું પડ્યું હતું. તેમને કોઈપણ પ્રકારના વકીલ કે કોઈ મદદ આપવામાં ન આવી હતી. આ પ્રકારનો વ્યવહાર તે વ્યક્તિ સાથે કરવામાં આવ્યો જેણે ભારતીય ક્રિકેટ માટે પોતાનું બધુ આપી દીધું હતું જેનું થોડા દિવસ પહેલા હાર્ટ એટેકને કારણે અવસાન થયું અને આ વાત હજુ સુધી અમને પરેશાન કરતી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news