મચ્છરજન્ય રોગચાળાને નાથવા સુરત પાલિકા ‘ગપ્પી માછલી’ના શરણે

મચ્છરનો ઉપદ્રવને અટકાવવા મનપા હવે માછલીનો સહારો લેશે. પાછલા વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે પાણીજન્ય રોગચાળાના આંકડા સૌથી વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજય સરકારના આદેશ બાદ હવે મનપા મચ્છરોને મારવા માટે ગપ્પી માછલીનો સહારો લેશે. ખાસ પ્રકારની ગપ્પી માછલી શહેરના અલગ અલગ 3000 સ્થળો પર નાંખવામા આવી છે. ગપ્પી માછલી પાણીજન્ય રોગ માટે જવાબદાર મચ્છરોને મારી નાખે છે. સાથે જ તેના ઉપદ્રવને પણ અટકાવે છે.

મચ્છરજન્ય રોગચાળાને નાથવા સુરત પાલિકા ‘ગપ્પી માછલી’ના શરણે

ચેતન પટેલ/સુરત: મચ્છરને મારશે માછલી... આ વાત કદાચ સાંભળવામા અજુગતુ લાગશે પરંતુ આ એક હકીકત છે કે, મચ્છરનો ઉપદ્રવને અટકાવવા મનપા હવે માછલીનો સહારો લેશે. પાછલા વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે પાણીજન્ય રોગચાળાના આંકડા સૌથી વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજય સરકારના આદેશ બાદ હવે મનપા મચ્છરોને મારવા માટે ગપ્પી માછલીનો સહારો લેશે. ખાસ પ્રકારની ગપ્પી માછલી શહેરના અલગ અલગ 3000 સ્થળો પર નાંખવામા આવી છે. ગપ્પી માછલી પાણીજન્ય રોગ માટે જવાબદાર મચ્છરોને મારી નાખે છે. સાથે જ તેના ઉપદ્રવને પણ અટકાવે છે.

ઉપરવાસમા પડેલા ધોધમાર વરસાદના કારણે તાપી નદીમાં પાણી છોડવામા આવતા સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. ગંદા પાણીના કારણે આ તમામ વિસ્તારોમા પાણીજન્ય રોગચાળો ફેલાયો હતો. છેલ્લા 20 દિવસની વાત કરીએ તો ઝાડા-ઉલટી અને તાવના કારણે સુરતમા 11 લોકોના કરુણ મોત નીપજયા છે. જ્યારે 600થી વધુ સરકારી હોસ્પિટલમા સારવાર લઇ ચુકયા છે.

અમદાવાદ: FRCએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી લેતા એકલવ્ય શાળાને કરોડનો દંડ

પાછલા વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે પાણી જન્ય રોગચાળાનુ પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યુ છે. દરમિયાન આ વાતને ગંભીરતાથી લઇને રાજયના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા તમામ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન હાથ ઘરી તેમને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ગપ્પી માછલીનો ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.

સુરત: PSIએ નશાની હાલતમાં જીઆરડી જવાનને ઢોરમાર મારી કર્યું ફાયરિંગ

ડેપ્યુટી સીએમની આ વાત સાંભળી કદાચ તમને અજુગતુ લાગશે. પરંતુ આ એક સાચી હકીકત છે. ગપ્પી માછલીનીએ વિશિષ્ટા છે કે, તે મચ્છરોને ખાય જાય છે અને તેના ઉપદ્રવનો પણ નાશ કરી દે છે. પ્રત્યેક માછલી રોજના 150થી વધુ મચ્છરો ખાય જાય છે જેનાથી રોગચાળો પણ અટકાવી શકાય છે. આ માછલી સામાન્ય રીતે એક થી બે ઇચની હોય છે. તેઓ કોઇ પણ પ્રકારના વાતાવરણમા અથવા પ્રદુષણમા જીવી શકે છે.

‘ઢબુડી માતા’ ધનજી ઓડે નકાર્યા આક્ષેપો, કહ્યું: પુરાવા આપો...

હાલ તો સુરત મહાનગર પાલિકાની જંતુનાશક વિભાગ દ્વારા 3000 જેટલા સ્થળો પર કે જ્યા પાણીનો ભરાવો થઇ ગયો હોય તેવા સ્થળો પર ગપ્પી માછલીને છોડવામા આવી રહી છે. અત્યાર સુધી મનપા મચ્છર જન્ય રોગ અટકાવવા માટે જંતુનાશક દવાનો છટકાવ કરતા હતા. જો કે ગપ્પી માછલીનો ઉપયોગ કરવા પાછળ તેઓને એક પણ રુપિયાનો ખર્ચ થતો નથી અને જંતુનાશક દવા છટકાવ કરતા ગપ્પી માછલી વધુ સફળ નીવડી છે. 

ગપ્પી માછલીના પ્રજન્ન માટે મનપાએ 49 જેટલા સ્થળો પર વ્યવસ્થા કરી છે. તે પૈકી 30 કુત્રિમ અને 19 કુદરતી સ્થળો પર આ માછલી પ્રજન્ન કરે છે. ગપ્પી માછલીની પ્રજન્ન શક્તિ એટલી ઝડપી હોય છે કે એક ગપ્પી માછલી 30 થી 50 જેટલા ઇંડા મુકે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news