Damage Note: નોટનો અડધો ટુકડો હશે તો પણ મળશે પૈસા! જાણો RBI નો નિયમ અને કેવી રીતે બદલાવવી ફાટેલી નોટ
બજારમાં ફાટેલી, કપાયેલી, બળેલી અને જૂની નોટો સામાન્ય રીતે ચાલતી નથી. કારણ કે અનેક દુકાનદારો તે લેવાની ના પાડતા હોય છે. આ સમસ્યાના કારણે લોકોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે કપાયેલી-ફાટેલી નોટો બેંકોમાં સરળતાથી બદલાવી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોને આ અંગે જાણકારી હોતી નથી.
Trending Photos
બજારમાં ફાટેલી, કપાયેલી, બળેલી અને જૂની નોટો સામાન્ય રીતે ચાલતી નથી. કારણ કે અનેક દુકાનદારો તે લેવાની ના પાડતા હોય છે. આ સમસ્યાના કારણે લોકોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે કપાયેલી-ફાટેલી નોટો બેંકોમાં સરળતાથી બદલાવી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોને આ અંગે જાણકારી હોતી નથી. ખરાબ નોટો બેંકોમાં બદલાવવા માટે રિઝર્વ બેંકની માર્ગદર્શિકા છે. જે અંગે જાણકારી ખુબ જરૂરી છે. જેથી કરીને તમને ખરાબ નોટના યોગ્ય ભાવ મળી શકે.
જો તમારી પાસે ફાટેલી કે કપાયેલી નોટ હોય તો તમે તે નોટો સરળતાથી બેંકોમાં બદલાવી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ જો કોઈ બેંક તમને આ નોટ બદલવાની ના પાડે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. બેંક દ્વારા કપાયેલી કે ફાટેલી નોટો બદલી ન આપવાની સ્થિતિમાં ગ્રાહક આરબીઆઈની અધિકૃત વેબસાઈટ પર તેની ઓનલાઈફ ફરિયાદ કરી શકે છે.
કપાયેલી-ફાટેલી નોટ અંગે RBI નો નિયમ
રિઝર્વ બેંકના સર્ક્યુલર મુજબ કપાયેલી કે ફાટેલી નોટ બદલવા માટે એક નિર્ધારિત સમયમર્યાદા હોય છે. એક વ્યક્તિ એક સમયે વધુમાં વધુ 20 નોટ બદલાવી શકે છે. પરંતુ તેની કુલ કિંમત 5 હજાર રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં. ખુબ જ ખરાબ રીતે બળી ગયેલી, કપાયેલી કે ફાટેલી નોટો બેંકમાં નથી બદલી શકાતી કારણ કે તે ફક્ત આરબીઆઈની ઈશ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે.
ફાટેલી નોટનું મૂલ્ય
ફાટેલી નોટને બદલાવવામાં આવે ત્યારે તેના કેટલા પૈસા મળશે તે નોટ કેટલી ફાટેલી છે તેના પર નિર્ભર કરે છે. 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર ભાગ હોય તો પૂરી કિંમત મળશે. જ્યારે 44 વર્ગ સેન્ટીમીટરનો ભાગ હોય તો અડધી રકમ મળી શકે છે. એ જ રીતે 200 રૂપિયાની નોટનો 78 વર્ગ સેન્ટીમીટર ભાગ સુરક્ષિત હોય તો પૂરા પૈસા મળશે. પરંતુ 39 વર્ગ સેન્ટીમીટર પર અડધા પૈસા જ મળી શકશે.
આરબીઆઈનું કહેવું છે કે જૂની અને ફાટેલી નોટો સરળતાથી બદલાવી શકાય છે. આ માટે બેંક તમારી પાસેથી કોઈ ચાર્જ પણ વસૂલ કરતી નથી. પરંતુ જો નોટ ખુબ જ ખરાબ દશામાં હોય અને તેના અનેક ટુકડા થઈ ગયા હોય તો એવી સ્થિતિમાં નોટ બદલાશે નહીં. કારણ કે જો બેંક અધિકારીને એમ લાગે કે નોટને ફાડવામાં આવી છે તો બેંક તેનો સ્વીકાર કરતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે