Hina Khan: બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાન ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે અભિનેત્રી

Hina Khan: હિના ખાનના ચાહકો માટે જોરદાર ન્યુઝ છે. ચર્ચાઓ છે કે હિના ખાન ટુંક સમયમાં જ ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. બ્રેસ્ટ કેન્સર સામે લડાઈ લડતી હિના ખાન કયા શોમાં જોવા મળશે ચાલો જણાવીએ વિગતવાર.

Hina Khan: બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાન ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે અભિનેત્રી

Hina Khan: બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહેલી હિના ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કિમોથેરાપીના સેશન લઈ રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર તે પોતાની હેલ્થને લઈને અપડેટ પણ શેર કરતી હોય છે. હિના ખાન છેલા ઘણા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ હવે હિના ખાન ટીવીથી જોરદાર કમબેક કરવાની છે તે એવી ચર્ચા છે. જાણવા મળતી માહિતી અનુસાર હિના ખાન ગૃહ લક્ષ્મી નામના ટીવી શોથી ટેલિવિઝન પર કમબેક કરવા જઈ રહી છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર હિના ખાન ગૃહલક્ષ્મી નામના ટીવી શોમાં જોવા મળશે જે એપિક ઓન ઉપર સ્ટ્રીમ થશે. ખાસ વાત એ છે કે આ શોમાં હિના ખાન ઉપરાંત ચંકી પાંડે, રાહુલદેવ અને દિવ્યેંદુ ભટ્ટાચાર્ય પણ જોવા મળશે. ગૃહલક્ષ્મી શોમાં હિના ખાનનો રોલ શું હશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. 

ગૃહલક્ષ્મી ટીવી સીરીયલની સ્ટોરી અસ્તિત્વ અને ટ્રાન્સફોર્મેશન આસપાસ ફરે છે. આ એક ઇન્ટેન્સ ડ્રામા શો હશે જે ટૂંક સમયમાં જ ઓન એર થવાનો છે. મહત્વનું છે કે હીનાખાને જુલાઈ મહિનામાં જ પોતાના નવા વર્ક અસાઈનમેન્ટને લઈને પોસ્ટ શેર કરી હતી. તેણે કહ્યું હતું કે કેન્સર થયા પછી પહેલું વર્ક અસાઈનમેન્ટ છે જે તેના માટે ચેલેન્જિંગ છે. 

28 જૂનના રોજ હિના ખાને પોતાના ચાહકો સાથે ન્યુઝ શેર કરી હતી કે તેને બ્રેસ્ટ કેન્સર થયું છે. હિના ખાનના કામની વાત કરીએ તો તેને પોપ્યુલર ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી પ્રખ્યાતી મળી હતી. અક્ષરાના પાત્રથી તે ઘરે ઘરમાં ફેમસ થઈ છે. આ શો પછી તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને હવે ફરી એક વખત હિના ખાન એક દમદાર ટીવી શોમાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news