ગુજરાતમાં રહેવું હવે મુશ્કેલ, વિશ્વના 50 હાઈરિસ્ક રાજ્યોમાં ગુજરાત સામેલ : રિપોર્ટમાં ખુલાસો

Cross Dependency Initiative :  દુનિયાના હાઈરિસ્ક રાજ્યોમાં ગુજરાતનું નામ તો છે જ, પરંતું સાથે ભારતના અનેક દેશોનું નામ સામેલ છે. ભારતમાં  ગુજરાત,  રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ,  ઉત્તરપ્રદેશ, બિહાર, તામિલનાડુ અને આસામ હાઈ રિસ્ક ધરાવતા રાજ્યોમાં સામેલ 

ગુજરાતમાં રહેવું હવે મુશ્કેલ, વિશ્વના 50 હાઈરિસ્ક રાજ્યોમાં ગુજરાત સામેલ : રિપોર્ટમાં ખુલાસો

Indian states facing climate hazards અમદાવાદ : ગુજરાત જેટલું વિકાસ કરી રહ્યું છે તેટલું જ અહી પ્રદૂષણ વ્યાપી રહ્યું છે. ચારેતરફ ઉદ્યોગોનો વિકાસ થવાથી આ ઉદ્યોગો ધુમાડો ઓકી રહ્યાં છે, સરવાળે ગુજરાતનું વાતાવરણ પ્રદૂષિત બની રહ્યું છે. આવામાં ગુજરાત હવે રહેવા માટે સલામત રહ્યું નથી એવો રિપોર્ટ સામે આવ્યો છે. પર્યાવરણના નુકશાનને લઇ હાઈરિસ્ક ધરાવતા વિશ્વના 50 વિસ્તારોમાં ગુજરાત પણ સામેલ છે. ક્લાઈમેટ ચેન્જથી થનારા સંભવિત નુકશાનનો ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટીવ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ રિપોર્ટમાં હ્યુમન એક્ટિવિટી માટે બાંધવામાં આવેલા મકાનો સહીત માનવસર્જિત એક્ટિવિટીથી પર્યાવરણને થતા નુકશાનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. દુનિયાના હાઈરિસ્ક રાજ્યોમાં ગુજરાતનું નામ તો છે જ, પરંતું સાથે ભારતના અનેક દેશોનું નામ સામેલ છે. ભારતમાં  ગુજરાત,  રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ,  ઉત્તરપ્રદેશ, બિહાર, તામિલનાડુ અને આસામ હાઈ રિસ્ક ધરાવતા રાજ્યોમાં સામેલ છે. 

દેશના કયા રાજ્યોના નામ
બિહાર (22 નંબર)
ઉત્તર પ્રદેશ (25)
આસામ (28)
રાજસ્થાન (32)
તમિલનાડુ (36)
મહારાષ્ટ્ર (38)
ગુજારાત (48)
પંજાબ (50)
કેરાળ (52)

તો પ્રદૂષણના મામલે અમદાવાદ સૌથી ખરાબ કેટેગરીમાં છે. આજે પણ સતત બીજા દિવસે અમદાવાદનું પ્રદુષણ poor સ્થિતિમાં નોંધાયુ છે. આજે શહેરના કેટલાક વિસ્તારોનું પ્રદુષણ પિરાણા કરતા પણ ખરાબ છે. 

પીરાણાનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 265 AQI 
રખિયાલનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 309 AQI 
રાયખડનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 269 AQI 
ગિફ્ટ સીટીનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 249 AQI 
નવરંગપુરાનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 232 AQI
ચાંદખેડાનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 239 AQI 
સેટેલાઇટનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 159 AQI 
બોપલનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 166 AQI 

આમ, આજે અમદાવાદનું સરેરાશ PM 2.5 પ્રદુષણનું સ્તર 232 AQI નોંધાયું છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોનું પ્રદુષણ poor સ્થિતિમાં આવી ગયું છે. અમદાવાદનો એકપણ વિસ્તાર એવો નથી, જેનુ વાતાવરણ Good અથવા સેટિશફેક્ટરી કેટેગરીમાં હોય. અમદાવાદના દરેક વિસ્તારો પ્રદૂષિત છે. તેથી જો અમદાવાદમાં રહેવાના અરમાન હોય તો જાણી લેજો કે અહી હવામાં ઝેર છે. 

અમદાવાદમાં રહેવાના અરમાન હોય તો પહેલા આ રિપોર્ટ પર ખાસ નજર કરી લેજો. કારણ કે, તમે અમદાવાદમાં રહીને મોતને જલ્દી આમંત્રણ આપી રહ્યા છો. અમદાવાદ  શહેરમાં પ્રદુષણનું સ્તર જોખમી સ્થિતિએ પહોંચીગ યુ છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારો કરતા પૂર્વ વિસ્તારમાં પ્રદુષણનું સ્તર વધુ પ્રદુષિત છે. ત્યારે કહી શકાય કે અમદાવાદની હવામાં ઝેર ભળ્યું છે. અમદાવાદમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિંતાજનક સપાટીએ પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરનું AQI 232 પર પહોંચવું એ હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું એવું દર્શાવી રહ્યું છે. 

ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા
ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતની હવામાં ઝેર ફેલાયું છે તેવુ કહી શકાય. તમે ઝેરનો શ્વાસ લો છો તેવુ સાબિત કરતો આંકડો સામે આવ્યો છે. મહાનગરોમાં હવાની બગડતી જતી ગુણવત્તાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો હતો. જેમાં ગુજરાતની એર કવોલિટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાતના ચાર શહેરોના હવા સૌથી વધુ પ્રદૂષિત બની છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. વડોદરામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 121 નોંધાયો છે. તો રાજકોટમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 115 નોંધાયો. આ બાજુ અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 113 છે. તો સુરતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 100 નોંધાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના આંકડામાં ખુલાસો થયો છે. 

કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર, 2020-21માં અમદાવાદમાં 120, રાજકોટમાં 94, સુરતમાં 93 અને વડોદરામાં 95 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. પરંતુ 2021-22ના સમયમાં અમદાવાદમાં 113, રાજકોટમાં 116, સુરતમાં 100 અને વડોદરામાં 121 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો. આમ ગત વર્ષની સરખામણીમાં પ્રદૂષણનું પ્રમાણ આ ચાર મોટા શહેરોમાં વધ્યું છે. પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે નાણાં કમિશન ગ્રાન્ટ ફાળવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news