ખુશીથી ઘરમાં શીરો બનાવાય તેવા કોરોનાના સમાચાર ભારતીયોને મળ્યાં

કોરોના વાયરસ (Coronavirus) થી સમગ્ર દુનિયા ઝઝૂમી રહી છે, પરંતુ આ વચ્ચે ભારતમાં એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના મામલામાં ભલે નવા કેસ સામે આવી રહ્યાં છે, પણ ભારતીયો માટે સૌથી સારા સમાચાર એ છે કે, સંક્રમણના શિકાર દર્દીઓના સારા થવાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. 

ખુશીથી ઘરમાં શીરો બનાવાય તેવા કોરોનાના સમાચાર ભારતીયોને મળ્યાં

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) થી સમગ્ર દુનિયા ઝઝૂમી રહી છે, પરંતુ આ વચ્ચે ભારતમાં એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના મામલામાં ભલે નવા કેસ સામે આવી રહ્યાં છે, પણ ભારતીયો માટે સૌથી સારા સમાચાર એ છે કે, સંક્રમણના શિકાર દર્દીઓના સારા થવાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. 

Breaking : માત્ર 24 કલાકમાં ગુજરાતમાં નવા 254 કેસોનો ઉમેરો, કુલ કેસ 1272

ગત સપ્તાહના આંકડા પર નજર કરીએ તો મંગળવારે રિકવર દર્દીઓની ટકાવારી 9.9 ટકા હતા. જ્યારે કે બુધવારે આ ટકાવારી વધીને 11.41 ટકા થઈ ગઈ છે. આ રીતે ગુરુવારે વધુ રાહતના સમાચાર તેમાં ઉમેરાયા અને ટકાવારી વધીન 12.02 પર પહોંચી ગઈ છે. શુક્રવારે પરિસ્થિતિમાં વધુ સુધારો થયો અને દર્દીઓના રિકવર થવાનો આંકડો 13.06 ટકા પર પહોંચી ગયો. 

અમદાવાદ કોરોના જ્વાળામુખીના ટોચ પર બેસ્યુ છે, 765 દર્દીઓ શહેરમાં 

શનિવારે સવારે 9.00 વાગ્યા સુધીના આંકડા પર નજર નાંખીએ તો કોરોનાથી સાજા થયેલા દર્દીઓના આંકડામાં વધારો થયો છે. ટકાવારીના કન્સેપ્ટથી તે 13.85 ટકા થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, દેશમાં શનિવારે સવાર સુધી કોરોના સંક્રમણના 14378 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 480 લોકોના મોત આ બીમારીથી થયા છે. જ્યારે કે, 1992 દર્દીઓ રિકવર થઈને ઘરે પરત ફર્યા છે. 

ભારતીયોની ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ
સ્વાસ્થય મંત્રાલયે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંકડાના હવાલાથી જે કહ્યું તેમાં સ્પષ્ટ વાત કરી કે, આપણા દેશમાં સંક્રમણથી જે લોકો શિકાર થયા છે, તેમાં 80 ટકા લોકો સાજા થઈ રહ્યાં છે. 20 ટકા મામલામાં જ દર્દીઓના મોત થઈ રહ્યાં છે. તેનુ કારણ એ પણ છે કે, ભારતીય લોકોની ઈમ્યુન સિસ્ટમ બહુ જ સારી છે. અને બીમારીઓ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. 

દેશમાં જે લોકો સંક્રમણનો શિકાર થઈ રહ્યં છે, તેમાં બે પ્રકારના ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક તો મિડલ એજ ગ્રપૂ સૌથી વધુ સંક્રમણનો શિકાર થઈ રહ્યો છે, જ્યારે કે જે લોકોના મોત તેજીથી થઈ રહ્યા છે તેમાં એ દર્દીઓનો આંકડો સૌથી વધુ છે જેઓ 60 વર્ષથી વધુના છે. 

સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોનાની વેક્સીન છે
લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને જ દેશમાં કોરોનાના સંક્રમણ પર કન્ટ્રોલ થયો છે. જોકે, ખતરો હજી પણ ટળ્યો નથી. જેમ સ્વાસ્થ્ય મંત્રાલય વારંવાર કહી રહ્યુ છે કે, કોરોના વાયરસને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉન જેવી વેક્સીનનું પૂરતુ પાલન કરવું જરૂરી છે. 

આપણા સૌની જવાબદારી 
મહત્વની બાબત એ છે કે, દર્દીઓ ભલે સારા થઈ રહ્યા હોય પરંતુ આપણા સૌની જવાબદારી એ પણ છે કે, આ વાયરસને જડમૂળથી નાબૂદ કરવામાં મદદ કરશે. જેનાથી દેશમાં ક્યાંય સંક્રમણ લાગી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news