દિલ્હી: શર્જીલ ઈમામ વિરુદ્ધ દેશદ્રોહ મામલે ચાર્જશીટ દાખલ

દિલ્હી પોલીસે શર્જીલ ઈમામ વિરુદ્ધ દિલ્હીમાં રમખાણો ભડકાવવાના મામલે દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. 13 ડિસેમ્બર 2019ના રોજ જેએનયુના વિદ્યાર્થી શર્જીલ ઈમામે શાહીનબાગમાં દેશને તોડવાની વાત કરી હતી. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ જામિયાનગર અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં તોફાન થયા હતાં. 

દિલ્હી: શર્જીલ ઈમામ વિરુદ્ધ દેશદ્રોહ મામલે ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે શર્જીલ ઈમામ વિરુદ્ધ દિલ્હીમાં રમખાણો ભડકાવવાના મામલે દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. 13 ડિસેમ્બર 2019ના રોજ જેએનયુના વિદ્યાર્થી શર્જીલ ઈમામે શાહીનબાગમાં દેશને તોડવાની વાત કરી હતી. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ જામિયાનગર અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં તોફાન થયા હતાં. 

આ અગાઉ નાગરિકતા કાયદાના વિરોધમાં દેશભરમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપી શર્જીલ ઈમામે ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પૂછપરછ દરમિયાન શર્જીલે સ્વીકાર્યું હતું કે જે વીડિયોમાં તે ભાષણ આપતો જોવા મળી રહ્યો છે તે તેનો જ છે. તેને ખબર હતી કે આ પ્રકારના ભાષણો આપવાથી પોલીસ તેની ધરપકડ કરી શકે છે. આમ છતાં તેણે ભડકાઉ ભાષણો આપ્યાં. 

જુઓ LIVE TV

શર્જીલે ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું છે કે ભારતમાં મુસલમાનો સાથે જે પ્રકારનું વર્તન થઈ રહ્યું છે તેનાથી તે ખુબ દુખી છે. આથી તે ઈચ્છે છે કે ભારત એક ઈસ્લામિક રાષ્ટ્ર બનવું જોઈએ. ક્રાઈમ બ્રાન્ચને જે પ્રકારે તે નિવેદન આપતો હતો તે જોઈને લાગ્યું કે તે હાઈલી રેડિક્લાઈઝ થયેલો છે અને તેનામાં હિન્દુસ્તાનને લઈને ખુબ ગુસ્સો પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news