18 એપ્રિલના સમાચાર News

અમદાવાદ : ફાયરના કર્મચારીને કોરોના, પત્ની અને પુત્રી સુધી પહોંચ્યો ચેપ
અમદાવાદમાં કોરોના (corona virus) ના કેસનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. ગુજરાતના સૌથી મોટા શહેરમાં કોરોનાનો કહેર ઓછો થઈ નથી રહ્યો. આજે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર વિજય નહેરાએ લોકોને ચેતવ્યા કે, લોકડાઉન ખૂલ્યા બાદ લોકો જનજીવનમાં પરત ફરશે. જેને કારણે ઈન્ફેક્શન રેટ વધી જશે. ત્યાર સુધી અમારો પ્રયાસ સામેથી કેસ શોધીને તેને નાગરિકોમાંથી દૂર કરવાનો છે. જેથી લોકડાઉન બાદ ચેપમાં ઘટાડો લાવી શકાય. આવામાં લોકડાઉન બાદથી પોતાની ફરજ બજાવી રહેલા અનેક સરકારી કર્મચારીઓ અને તબીબો પણ કોરોનાના શિકાર થયા છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં નરોડા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર કર્મચારીને કોરોનો પોઝિટિવ આવ્યો છે. એટલુ જ નહિ, તેમની પત્ની અને દીકરીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. 
Apr 19,2020, 15:34 PM IST
વડોદરાના ધારાસભ્યો-સાસંદો સાથે CM રૂપાણીએ કરી વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસ (corona virus) થી વધુ પ્રભાવિત મહાનગરો-જિલ્લાઓના જનપ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. તેમજ સ્થાનિક સ્તરે કોઇ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના ફિડબેક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે આજે રવિવારે વડોદરા મહાનગર અને જિલ્લાના ધારાસભ્યો, સાંસદો સાથે બેઠક કરી હતી. ઓનલાઇન મીટિંગમાં કોરોનાને લઈને લેવાતા પગલા અંગે અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. ધારાસભ્યોએ મુખ્યમંત્રી (Vijay Rupani) ને પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમા મોહિલેએ કરી સી.એમને બીજા રાજ્યમાં અટવાયેલા વડોદરાના વિદ્યાર્થીઓને પરત લાવવા વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ત્રણ મહિનાની ફીમાં રાહત આપવાની રજુઆત પણ કરી હતી. 
Apr 19,2020, 13:57 PM IST
આનંદીબેન પટેલની મદદથી યુપીમાં અટવાયેલા 22 ગુજરાતીઓ મોડાસા પરત ફર્યાં
Apr 18,2020, 15:24 PM IST
અમદાવાદ કોરોના જ્વાળામુખીના ટોચ પર બેસ્યુ છે, 765 દર્દીઓ શહેરમાં
Apr 18,2020, 11:37 AM IST
લોકડાઉનમાં SBI ઘરે બેઠા આપી રહી છે ખાસ સુવિધા
ભારતીય સ્ટેટ બેંક (SBI) લોકડાઉનમાં ધ્યાનમાં રાખીને પોતાના ગ્રાહકોને પોતાના ઘરમાં જ બેન્કિંગ સુવિધાઓ આપવાનો શક્યત તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેના માટે બેંક તરફથી અનેક નવા પગલા પણ લેવામાં આવ્યા છે. સરકાર તરફથી મુશ્કેલ સમયમાં આપવામાં આવતી સહાયતા રકમ દરેક ગ્રાહકને પહોંચાડવા માટે બેંકે જનધન રથ શરૂ કર્યો છે. આ જનધન રથ બેંક તરફથી ચલાવવામાં આવેલ વિશેષ ગાડી છે, જેના દ્વારા ગ્રાહકોને તેમના ઘર પર બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દૂરના વિસ્તારોમાં રહેનારા બેંકના ગ્રાહકોને બેંકના કસ્ટમર સર્વિસ પોઈન્ટની મદદથી સરકાર તરફથી આપવામાં આવેલ મદદની રકમ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. 
Apr 18,2020, 10:29 AM IST
કોરોનાના નવા કેસ અને મોત મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી,  જાણો કયા નંબર
વિશ્વરમાં કોરોના (Coronavirus) ના મૃતકોની સંખ્યા દોઢ લાખની નજીક પહોંચી ચૂકી છે. પ્રથમ 50 હજાર મોત 124 દિવસમાં થયા હતા. તો મોતનો આંકડો 2 થી 10 એપ્રિલની વચ્ચે 1 લાખ પર પહોંચી ગયો. હવે સાત દિવસમાં જ દુનિયાભરમાં મોતનો આંકડો દોઢ લાખ પર પહોંચી ગયો છે. આવામાં ભારતમાં પણ સતત કોરોનાનો આંકડો વધી રહ્યો છે. દેશના 33 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ સંક્રમણની ઝપેટમાં છે. જેમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ કેટલાક રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ હજી સારી છે. ગુજરાતમાં કેસનો આંકડો હજી પણ ઓછો, તેમજ મૃત્યુ દર પણ ઓછો છે. આવામાં ગુજરાત અન્ય રાજયોની સરખામણીમાં ક્યાં છે તે જોઈએ. 
Apr 18,2020, 9:33 AM IST

Trending news