મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત
Upcoming IPO: આઈપીઓ માર્કેટમાં હવે મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ પણ એન્ટ્રીની તૈયારી કરી રહી છે. જિયોએ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓની પ્રક્રિયા શરૂ કરી છે.
Trending Photos
Upcoming IPO: આઈપીઓ માર્કેટમાં મુકેશ અંબાણીની કંપની રિલાય્સ જિયો ઈન્ફોકોમની પણ એન્ટ્રી થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જિયોએ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ આઈપીઓની સાઇઝ ₹35,000-40,000 કરોડ રૂપિયા વચ્ચે હોઈ શકે છે. તેવું અનુમાન છે કે આ દેશનો સૌથી મોટો આઈપીઓ હશે.
કયા સુધી લોન્ચ કરવાની યોજના
એક અખબારી અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું કે આઈપીઓમાં વેચાણ માટે પ્રસ્તાવ અને પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટની સાથે એક નવો ઈશ્યુ સામેલ હશે. સૂત્રો જણાવે છે કે રિલાયન્સ સમૂહ આ આઈપીઓને વર્ષના બીજા છ મહિનામાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. બેન્કરો પ્રમાણે ઈશ્યુની સાઇઝ મોટી હશે પરંતુ તે માટે પર્યાપ્ત માગ હશે. આઈપીઓનું સબ્સક્રિપ્શન મેળવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. ઈન્વેસ્ટમેન્ટ બેન્કરોએ કહ્યું કે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટની રકમ નવા ઈશ્યુના આકાર પર અસર કરશે. આઈપીઓ માટે ઓફર ફોર સેલ અને ફ્રેશ ઈશ્યુ વચ્ચેનું વિભાજન નક્કી કરવામાં આવી રહ્યું છે.
વિદેશી ઈન્વેસ્ટરોની ભાગીદારી
રિલાયન્સ જિયોને જિયો પ્લેટફોર્મ્સ હેઠળ રાખવામાં આવ્યું છે, જેમાં વિદેશી ઈન્વેસ્ટરોની લગભગ 33 ટકા ભાગીદારી છે. રિલાયન્સે વર્ષ 2020માં આશરે 18 બિલિયન ડોલર ભેગા કરવા માટે અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કેકેઆર, મુબાડાલા અને સિલ્વર લેક જેવા ઘણા ફંડોને પોતાની ભાગીદારી વેચી હતી.
કેટલો છે વેલ્યુએશનનો અંદાજ
બ્રોકરેજે રિલાયન્સ જિયોનું વેલ્યુએશન લગભગ 100 બિલિયન ડોલર હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સૂત્રોએ કહ્યું કે તે લગભગ 120 બિલિયન ડોલર હોવાની સંભાવના છે. તાજેતરમાં જિયો પ્લેટફોર્મે એઆઈ લેંગ્વેજ મોડલ વિકસિત કરવા પર સહયોગ કરવા માટે ગ્લોબલ ટેક્નોલોજી દિગ્ગજ એનવીડિયાની સાથે પોતાની ભાગીદારીની જાહેરાત કરી છે.
ટેક્નોલોજી તેમજ AI પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તે સ્ટાર્ટઅપ્સ પર સ્પર્ધાત્મક ધાર આપે તેવી અપેક્ષા છે. RJio ને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે નિયમનકારી મંજૂરી પણ મળી છે. તમને જણાવી દઈએ કે RIL એ તેના ટેલિકોમ, ઈન્ટરનેટ અને ડિજિટલ બિઝનેસના અધિગ્રહણ માટે છેલ્લા 5 વર્ષમાં લગભગ $3 બિલિયનનો ખર્ચ કર્યો છે. Reliance Jio ઓક્ટોબરના અંતમાં 460 મિલિયન વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે.",
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે