ટ્રેડ વોરની આશંકાએ સોના અને ચાંદીમા જબરદસ્ત કડાકો: આ રહ્યા આજના ભાવ

વૈશ્વિક બજારના નરમ વલણના કારણે શનિવારે સોના ચાંદી સહિતની તમામ કિંમતી ધાતુઓની કિંમતમા કડાકો થયો હતો

ટ્રેડ વોરની આશંકાએ સોના અને ચાંદીમા જબરદસ્ત કડાકો: આ રહ્યા આજના ભાવ

નવી દિલ્હી : સમગ્ર વિશ્વની બજારોમાં નબળું વલણ જોતા શનિવારે સોનાનાં ભાવમાં મોટો કડાકો બોલ્યો હતો. ઇદ પ્રસંગે નબળી લેવાલીના કારણે ચાંદીની કિંમત પણ ઘટી હતી. સોનાની કિંમતમાં 390 રૂપિયાનો ઘટાડો થયો હતો અને આ સાથે જ સોનાની કિંમત 31800 રૂપિયાના સ્તર પર પહોંચી ગઇ. સોનાના ભાવમાં આ છેલ્લા ઘણા દિવસોથી ચાલતી તેજી પર બ્રેક છે. આ સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવાયો. 42 હજાર રૂપિયાના સ્તર પર ચાલી રહેલી ચાંદીના રેટમાં 1050નો ઘટાડો થતા હવે તે 41350 રૂપિયાનો ઘટાડો થયો છે.

વેપારીઓએ કહ્યું કે, સમગ્ર વિશ્વની બજારોમાં ઘટાડો અને યુએસ તથા ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર શનિવારે રાજધાનીમા સર્રાફા બજાર પર જોવા મળી હતી. આ જ કારણે સોના અને ચાંદી બંન્નેમાં ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડ વોરની આશંકાના કારણે સટોડિયાઓએ પોતાનાં જમા સોદા કપાવવા લાગ્યા. એવામાં વૈશ્વિક બજારમાં બહુમુલ્ય ધાતુઓની કિંમતમાં ઘટાડો થવા લાગ્યો હતો. 

ન્યુયોર્કમાં સોનું 1.77 ટકા ઘટીને 1278.90 ડોલર પ્રતિ ઔંસ રહ્યું જ્યારે ચાંદી પણ 3.44 ટકાનાં ઘટાડા સાથે 16.54 ડોલર પ્રતિ ઔંસના ઘટાડા સાથે ક્રમશ 31,800 રૂપિયા અને 31,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી. શુક્રવારે વેપારમાં સોનામાં 330 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. 

જો કે 8 ગ્રામની ગિન્નીની કિંમત 24800 રૂપિયા પર યથાવત્ત રહી. સોનાની જેમ ચાંદીની કિંમતમાં પણ 1050નો ઘટાડો થયો હતો અને આ સાથે તે 41350 રૂપિયા પ્રતિ કિલો રહી હતી. જ્યારે ચાંદી સાપ્તાહિક ડિલિવરી ભાવ 1295 રૂપિયાના નુકસાન સાથે 40200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું. બીજી તરફ ચાંદીના સિક્કા લિવાલ 76 હજાર રૂપિયા અને વેચાણ 77 હજાર રૂપિયા પ્રતિ સૈંકડા પર યથાવત્ત રહ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news