FIFA World Cup 2018: પોગ્બાના ગોલની મદદથી ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું

સ્ટાર સ્ટ્રાઇકર પોલ પોગ્બા દ્વારા 81મી મિનિટે કરેલા ગોલની મદદથી પૂર્વ વિજેતા  ફ્રાન્સે શનિવારે કઝાન એરિના સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીની મેચમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને ફીફા વિશ્વકપ 2018માં જીતની સાથે શરૂઆત કરી. 
 FIFA World Cup 2018: પોગ્બાના ગોલની મદદથી ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું

કઝાન (રશિયા): સ્ટાર સ્ટ્રાઇકર પોલ પોગ્બા દ્વારા 81મી મિનિટે કરેલા ગોલની મદદથી પૂર્વ વિજેતા  ફ્રાન્સે શનિવારે કઝાન એરિના સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીની મેચમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને ફીફા વિશ્વકપ 2018માં જીતની સાથે શરૂઆત કરી. 

ફ્રાન્સ માટે એંટોનિયો ગ્રીજમૈને (58મી મિનિટ) અને પોગ્બાએ ગોલ કર્યો જ્યારે ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન મિલે જેડિનાકે (62મી મિનિટ) ગોલ કર્યો. ગ્રીજમૈન અને જેડિનાકે ગોલ પેનલ્ટી પર કર્યા હતા. 

પ્રથમ હાફ ગોલ વિહોણો રહ્યો
પ્રથમ હાફમાં બંન્ને ટીમો ગોલ કરવામાં અસફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સને વધુ મોકા ન બનવા દીધા અને તેના મુખ્ય ખેલાડી ગ્રીજમૈનને ખુલીને રમવા ન દીધો, પરંતુ બીજા હાફમાં તે પોતાની રમત જારી ન રાખી શકી. 

ફ્રાન્સની રમત ઓસ્ટ્રેલિયા કરતા સારી હતી, પરંતુ તેની નબળાઇ પ્રથમ હાફમાં મળેલા ચાન્સને અંજામ સુધી ન પહોંચાડી શકી. બીજા હાફમાં ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાના ડિફેન્સને વ્યસ્ત રાખ્યું. મેચના ત્રણેય ગોલ બીજા હાફમાં થયા હતા. 

બીજા હાફમાં બંન્ને ટીમ ગોલનું ખાતુ ખોલવા માટે પ્રયત્ન કરતી હતી. તેમાં ફ્રાન્સને પ્રથમ સફળતા મળી. 56મી મિનિટે જ્યારે ગ્રીજમૈને બોલને લઈને ઓસ્ટ્રેલિયા તરફ જતો હતો ત્યારે રિસ્ડને તેને રોકવાના પ્રયત્નમાં પાડી દીધો. 

તેના પર રેફરીએ રિસ્ડનને યલો કાર્ડ આપ્યું સાથે બીએઆરની મદદ લઈને ફ્રાન્સને પેનલ્ટી આપી, જેને ગ્રીજમૈને 58મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને લીગ અપાવી હતી. આ ગ્રીજમૈનનો આંતરરાષ્ટ્રીય સ્તર પર 21મો ગોલ હતો. 

ફ્રાન્સના ગોલની ચાર મિનિટ બાદ સૈમુઅલ ઉમતિતિએ ઓસ્ટ્રેલિયાના બોક્સમાં ભૂલમાં બોલને હાથ લગાવી દીધો. રેફરીએ તેના પર ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી આપી અને જેડિનાકે તેને બોલમાં બદલીને પોતાની ટીમને બરોબરી પર લાવી દીધી હતી. 

બરાબરીના ગોલ બાદ મેચનો રોમાંચ ખતમ થઈ ગયો હોય તેવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયાનો ડિફેન્સ ફ્રાન્સના એટેકને રોકીને રાખશે ત્યારે શાંત પડેલા પોગ્બાએ 81મી મિનિટે ઓસ્ટ્રેલિયાના બોક્સમાં બોલને ગોલકીપરના ઉપરથી ગોલપોસ્ટમાં નાખીને ફ્રાન્સને 2-1થી આગળ કરી દીધું. 

ફ્રાન્સે આ જીત સાથે ત્રણ અંક મેળવી લીધા છે. ફ્રાન્સની ટીમ હવે 21 જૂને પોતાના બીજા મેચમાં પેરૂ સામે ટકરાશે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આજ દિવસે ડેનમાર્કને હરાવવા ઉતરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news