કોંગ્રેસે અમરેલી જિલ્લાને 3 પાલિકાના 22 સભ્યોને કર્યા સસ્પેન્ડ

કોંગ્રેસના સભ્યોએ પાર્ટીના મેન્ડટ પ્રમાણે મત ન આપવા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના ઈરાદે તમામ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

 

કોંગ્રેસે અમરેલી જિલ્લાને 3 પાલિકાના 22 સભ્યોને કર્યા સસ્પેન્ડ

અમરેલીઃ હાલમાં નગરપાલિકાના પ્રમુખોની યોજાયેલી ચૂંટણીમાં અમરેલિ જિલ્લામાં કોંગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આજ કારણે અમરેલી જિલ્લામાં કોંગ્રેસે પોતા પાસે રહેલી નગરપાલિકાઓ ગુમાવવાનો વારો આવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના જ ઘરમાં ગાબડૂં પડતા કોંગ્રેસ એક્શનમાં આવી હતી. ત્યારે આ કાર્યવાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાની 3 નગરપાલિકાના કોંગ્રેસના 22 બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ છે. જેમાં અમરેલી નગરપાલિકાના 15, સાવરકુંડલાના 4 અને બગસરાના 3 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ 22 સદસ્યોના પાલિકાનું સભ્ય પદ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news