LJP સાંસદ પ્રિન્સ રાજ અને ચિરાગ પાસવાન વિરુદ્ધ દુષ્કર્મ મામલે FIR, પીડિતાએ લગાવ્યા ગંભીર આરોપ

દિલ્હી પોલીસે સમસ્તીપુરથી એલજેપીના સાંસદ પ્રિન્સ રાજ વિરુદ્ધ દુષ્કર્મ મામલે FIR દાખલ કરી છે. FIR માં એલજેપી નેતા ચિરાગ પાસવાનનું પણ નામ છે.

LJP સાંસદ પ્રિન્સ રાજ અને ચિરાગ પાસવાન વિરુદ્ધ દુષ્કર્મ મામલે FIR, પીડિતાએ લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે સમસ્તીપુરથી એલજેપીના સાંસદ પ્રિન્સ રાજ વિરુદ્ધ દુષ્કર્મ મામલે FIR દાખલ કરી છે. FIR માં એલજેપી નેતા ચિરાગ પાસવાનનું પણ નામ છે. ચિરાગ પર આરોપ લાગ્યો છે કે તેમણે તેમના પિતરાઈ ભાઈ પ્રિન્સ વિરુદ્ધ કાર્યવાહીમાં વિલંબ કરાવવાની કોશિશ કરી હતી. દિલ્હીના કર્નોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં આ મામલો નોંધાયો છે. 

પીડિતાએ સંભળાવી આપવીતિ
પીડિતાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હું LJP સાથે જોડાયેલી હતી. વર્ષ 2020માં પ્રિન્સ રાજે વેસ્ટર્ન કોર્ટમાં મારો રેપ કર્યો. એટલું જ નહીં. મારો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો. પીડિતાએ કહ્યું કે મને ડરાવવા માટે પ્રિન્સ રાજે મારા ઉપર સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં જબરદસ્તીથી વસૂલીનો નકલી કેસ પણ દાખલ કરાવ્યો. અત્રે જણાવવાનું કે પ્રિન્સ રાજ સ્વ.રામવિલાસ પાસવાનના સૌથી નાના ભાઈ રામચંદ્ર પાસવાનના પુત્ર છે. 

તેમણે વધુમાં કહ્યું કે મે જ્યારે આ બધુ ચિરાગ ભૈયાને જણાવ્યું તો તેમણે મારી મદદ કરવાની જગ્યાએ મારી ઓળખ સાર્વજનિક કરી અને પ્રિન્સ રાજની મદદ કરી. તેમણે કહ્યું કે મે 3 મહિના પહેલા કર્નોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી પરંતુ પોલીસ કાર્યવાહી કરી નહીં. હવે કોર્ટના આદેશ પર પોલીસે પ્રિન્સ રાજ અને ચિરાગ પાસવાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 

કોર્ટના આદેશ બાદ કેસ નોંધાયો
અત્રે જણાવવાનું કે દિલ્હીની એક કોર્ટના આદેશ બાદ પોલીસે પ્રિન્સ રાજ અને ચિરાગ પાસવાન વિરુદ્ધ 7 સપ્ટેમ્બરે કેસ દાખલ કર્યો. પીડિત પક્ષના વકીલ સુદેશકુમારી જેઠવાએ આ મામલે જણાવ્યું હતું કે તેમણે મે મહિનામાં દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમણે જુલાઈમાં દિલ્હીની એક કોર્ટમાં અરજી આપી અને ત્યારપછી કોર્ટે સાંસદ પ્રિન્સ રાજ અને તેમના પિતરાઈ ભાઈ ચિરાગ પાસવાન વિરુદ્ધ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. 

પ્રિન્સ પાસવાને પોતાની સફાઈમાં શું કહ્યું?
નોંધનીય છે કે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ 17 જૂનના રોજ LJP સાંસદ પ્રિન્સ રાજે ટ્વીટ કરીને કહ્યું હતું કે મારા વિરુદ્ધ કરાયેલા કોઈ પણ દાવા કે નિવેદનથી હું સ્પષ્ટપણે ઈન્કાર કરું છું. આ તમામ દાવા ખોટા છે, અને મારી પ્રતિષ્ઠાને જોખમમાં નાખીને વ્યવસાયિક રીતે અને વ્યક્તિગત રૂપે મારા પર દબાણ બનાવવા માટે એક મોટું અપરાધિક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news