CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોણ યથાવત, કોનું કપાશે પત્તું અને કોને સ્થાન, જુઓ આ રહ્યું સંભવિત લિસ્ટ
વિજય રૂપાણીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળી લીધો છે. આગામી 16 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાશે
Trending Photos
ઝી મીડિયા બ્યુરો: વિજય રૂપાણીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળી લીધો છે. આગામી 16 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. ત્યારે મંત્રીમંડળમાં નવા જૂની થવાના એંધાણ લાગી રહ્યા છે. રૂપાણી સરકારના જૂના મંત્રીમંડળમાં વિજય રૂપાણી સહિત 23 મંત્રીઓ હતા. ત્યારે આ વખતે નવા મંત્રીમંડળમાં 10 થી 12 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. આવો જાણીએ આ સંભવિત મંત્રીમંડળમાં કોણ યથાવત રહેશે, કોનું પત્તું કપાઈ શકે છે અને કોને સ્થાન મળી શકે છે.
મંત્રીમંડળમાં કોણ રહેશે યથાવત
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલના આ નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. ત્યારે નવા મંત્રીમંડળના સંભવિત ચહેરાઓ આ મુજબ છે. પરંતુ તે પહેલા રૂપાણી સરકારના જૂના મંત્રીમંડળમાંથી કોને યથાવત રાખવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રમાંથી આર.સી. ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, પરષોત્તમ સોલંકી અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને યથાવત રાખવામાં આવી શકે છે. ઉત્તર ગુજરાતમાંથી દિલીપ ઠાકોરને યથાવત રાખવામાં આવી શકે છે. મધ્ય ગુજરાતમાંથી પ્રદીપસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમારને યથાવત રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી ગણપત વસાવા અને ઇશ્વરસિંહ પટેલને પણ યથાવત રાખવામાં આવી શકે છે.
કયા મંત્રીઓનું કપાઈ શકે છે પત્તું
જેમાં સૌથી પહેલું નામ ઉત્તર ગુજરાતમાંથી નીતિન પટેલનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મોટી જવાબદારી મળી શકે છે પરંતુ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળિયા, વિભાવરીબેન દવે અને વાસણ આહિરનું પણ પત્તું કાપાઈ શકે છે. ત્યારે મધ્ય ગુજરાતમાંથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કૌશિક પટેલ, યોગેશ પટેલ અને બચુભાઈ ખાબડનું પણ પત્તું કપાઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી ઇશ્વર પરમાર, કિશોર કાનાણી અને રમણ પાટકરનું નામ નવા મંત્રીમંડળમાં ન હોય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:- સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: રાજ્યમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ, 4 દિવસ ભારે વરસાદની આગાહી; જાણો ક્યાં કેટલો વરસાદ
નવા મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન
ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલ, શશીકાંત પંડ્યા અને રાજેન્દ્રસિંહ ચાવડાને સ્થાન મળી શકે છે. સૌરાષ્ટ્રમાંથી ડો. નીમાબેન આચાર્ય, જીતુભાઈ વાાઘાણી, ગોવિંદ પટેલ અને આત્મારામ પરમારનું નામ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મધ્યગુજરાતમાંથી પંકજ દેસાઈ, મયુર રાવલ અને રાજેન્દ્ર ત્રિવેદીને પણ સ્થાન મળી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી હર્ષ સંઘવી, વીડી ઝાલાવડિયા અને વિજય પટેલનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે