લોકસભામાં સોનિયા ગાંધીએ ઉઠાવ્યો સોશિયલ મીડિયાના દુરૂપયોગનો મુદ્દો, એફબી-ટ્વિટર પર નફરત ફેલાવવાનો આરોપ

સોનિયા ગાંધીએ કહ્યું કે, વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કઈ રીતે ફેસબુકે રૂલિંગ પાર્ટીનો સાથ આપ્યો હતો. આવા દાવા અન્ય રિપોર્ટોમાં પણ કરવામાં આવ્યા છે. 
 

લોકસભામાં સોનિયા ગાંધીએ ઉઠાવ્યો સોશિયલ મીડિયાના દુરૂપયોગનો મુદ્દો, એફબી-ટ્વિટર પર નફરત ફેલાવવાનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં એકવાર ફરી સરકાર પર હુમલો કર્યો છે. આ સાથે સોનિયા ગાંધીએ ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આરોપ લગાવ્યો કે તે રાજકીય દળોના નેરેટિવને આકાર આપવાનું કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તે વારંવાર નોટિસમાં આવ્યું કે વૈશ્વિસ સોશિયલ મીડિયા કંપનીઓ તમામ પાર્ટીઓને સમાન અવસર આપી રહી નથી. 

પોતાના ફાયદા માટે નફરત ફેલાવવામાં આવે છેઃ સોનિયા
લોકસભામાં બોલતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કઈ રીતે ફેસબુકે રૂલિંગ પાર્ટીનો સાથ આપ્યો હતો. આવા દાવા અન્ય રિપોર્ટમાં પણ કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું કે ફેસબુકે ખુદ પોતાના નિયમો તોડતા સત્તામાં રહેલી પાર્ટી અને સરકારનો પક્ષ લીધો. ખોટી જાણકારીને કારણે દેશના યુવાઓ અને વૃદ્ધોમાં નફરત ભરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કંપની આ વાતને જાણે છે પરંતુ પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. 

— ANI (@ANI) March 16, 2022

સોનિયા ગાંધીએ કહ્યું કે, આવી કંપનીઓ ભારતના લોકતંત્ર અને સામાજિક શાંતિને બગાડવાનું કામ કરી રહી છે. આપણે તેને બચાવવાની જરૂર છે. સોનિયાએ આરોપ લગાવ્યો કે સત્તાની મિલીભગતથી આ બધુ થઈ રહ્યું છે. આ સિવાય તેમણે રિપોર્ટનો હવાલો આપતા કોર્પોરેટ નેક્સસનો પણ ઉલ્લેખ કર્યો. સોનિયા ગાંધીએ કહ્યું કે આ આપણા દેશ અને તેના લોકતંત્ર માટે ખુબ ખતરનાક છે. 

હાર બાદ પ્રદેશ અધ્યક્ષોના રાજીનામા મંગાયા
મહત્વનું છે કે સોનિયા ગાંધીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત રાખવામાં આવ્યાં છે. ત્યારબાદ તેમણે પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ અધ્યક્ષોના રાજીનામાં માંગ્યા છે. જેમાં ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. સોનિયા ગાંધીના આદેશ બાદ અધ્યક્ષોએ પોતાનું રાજીનામું આપવાનું શરૂ કરી દીધું છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી ખુદ ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ છે અને સોનિયા ગાંધીએ કોઈ પ્રભારીના રાજીનામા માંગ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news