EDએ સીઝ કર્યો લાલૂ પરિવારનો મોલ, પટનામાં બની રહ્યો હતો બિહારનો Biggest Mall

પટનાના દાનાપુરમાં બની રહેલા આ મોલ પર પર્યાવરણ મંત્રાલયે પહેલા જ પ્રતિબંધ લગાવી દીધો હતો. તેજસ્વી યાદવ અને રાબડી દેવાના નામે આ મોલ છે. 

 

 EDએ સીઝ કર્યો લાલૂ પરિવારનો મોલ, પટનામાં બની રહ્યો હતો બિહારનો Biggest Mall

પટનાઃ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તથા આરજેડીના મુખિયા લાલૂ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલી દૂર થતી નથી. લાલૂ યાદવ ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યાં છે. હવે ઈડીએ પટનામાં તેમના પરિવારનો મોલ સીઝ કરી દીધો છે. આરોપ છે કે રેલ મંત્રી રહેતા લાલૂ યાદવે આ મોલની જમીન રેલવેને બે હોટલો લીઝ પર આપવાના અવેજમાં લીધો હતો. 

પટનાના દાનાપુરમાં બની રહેલા મોલ પર પર્યાવરણ મંત્રાલય પહેલા જ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. તેજસ્વી યાદવ અને રાબડી દેવીના નામ પર આ મોલ છે. આશરે 6 વિઘા જમીન પર 750 કરોડના ખર્યો બહુમાળી મોલ બનાવવાનો હતો. 

આરોપ છે કે, રેલ મંત્રી રહેલા લાલૂ યાદવે રાંચી અને પુરીમાં રેલવેને બે હોટલોમાં લીઝ પર આપવાના બદલામાં આ જમીનની નોંધણી પોતાનના પરિવારના નામે કરાવી હતી. આ મોલના નિર્માણમાં માટી કૌભાંડનો આરોપ પણ લાલૂના પરિવાર પર લાગ્યો હતો. 

— ANI (@ANI) June 12, 2018

સુશીલ મોદીએ ખોલી હતી પોલ
સુશીલ મોદીએ આરોપ લગાવ્યો હતો કે બિહાર સરકારમાં તત્કાલીન જલ સંસાધન મંત્રી લલન સિંહે 2008માં તત્કાલીન રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવ પર આરોપ લગાવ્યો કે રેલવેને રાંચી અને પુરીની બે હોટલોને હોટલ સુજાતા અને હર્ષ કોચરને ખોટી રીતે વેંચી દીધી હતી. 

આ બે હોટલોના બદલે હર્ષ કોચરે પટનામાં બે એકર જમીન ડાલાઇટ માર્કેટિંગ કંપનીને એક જ દિવસમાં ટ્રાન્સફર કરી દીધી. આ કંપનીમાં તેજપ્રતાપ ડાયરેક્ટર હતો. તેમણે કહ્યું કે, આ જમીન પર બિહારનો સૌથી મોટો મોલ બનાવવામાં આવી રહ્યું છે, જેનું નિરમાણ આરજેડીના સુરસંડના ધારાસભ્ય સૈયદ અબુ દૌજાનાની મેરિડિયન કંસ્ટ્રક્શન કંપની કરી રહી છે.

મોલમાં માટી કૌભાંડ
સુશીલ મોદીએ મોલના નિર્માણમાં માટી કૌભાંડનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આ મોલના બે ગ્રાઉન્ડ ફ્લોરની માટીને સંજય ગાંધી જૈવિક ઉદ્યાનને 90 લાખમાં વેંચવામાં આવી હતી, સંજય ગાંધી જૈવિક ઉદ્યાન પર્યાવરણ તથા વન વિભાગ અંતર્ગત આવે છે. આ સમયે વન વિભાગના મંત્રી લાલૂ પ્રસાદ યાદવના મોટો પુત્ર તેજપ્રતાપ યાદવ હતા. મોદીએ જણાવ્યું કે, આ મોલની માટીને વેંચવા માટે સૌંદર્યિકરણના નામ પર બિનજરૂરી 90 લાખનં બજેટ પગ લુછણીયા બનાવવાના નામે તૈયાર કરવામાં આવ્યું હતું અને કોઇ ટેન્ડર વિના 90 લાખનું કામ રૂપસપુરના વિરેન્દ્ર યાદવની એમએસ એન્ટરપ્રાઇઝને સોંપી દેવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news