ભારતે ટ્રમ્પ-કિમ શિખર વાર્તાનું કર્યું સ્વાગત, કહ્યું- આ સકારાત્મક ઘટનાક્રમ
આ શિખર વાર્તા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી કે ઉત્તર કોરિયા પ્રાયદ્વિપ સાથે જોડાયેલ કોઇપણ પ્રસ્તાવ ભારતના પાડોસમાં પ્યોગયાંગના પરમાણુ પ્રસાર સંબંધિત ચિંતાઓને દૂર કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે આયોજીત શિખર વાર્તાનું સ્વાગત કર્યું અને તેને સકારાત્મક ઘટનાક્રમ ગણાવ્યો. આ શિખર વાર્તા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી કે ઉત્તર કોરિયા પ્રાયદ્વિપ સાથે જોડાયેલ કોઇપણ પ્રસ્તાવ ભારતના પાડોસમાં પ્યોગયાંગના પરમાણુ પ્રસાર સંબંધિત ચિંતાઓને દૂર કરશે. આનો પરોક્ષ ઉદ્દેશ પાકિસ્તાનના સંદર્ભમાં માનવામાં આવી રહ્યો છે. ભારત ઘણા સમયથી આ વાતની માંગ કરી રહ્યું છે કે, ભારતના પાડોસમાં ઉત્તર કોરિયાના પરમાણુ પ્રસાર સંબંધોની તપાસ કરવામાં આવે.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, ભારત અમેરિકા.. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચે સિંગાપુરમાં આયોજીત શિખર સંમેલનનું સ્વાગત કરે છે. આ સકારાત્મક ઘટનાક્રમ છે. ભારત કોરિયાઇ પ્રાયદ્વિપમાં વાતચીત અને કૂટનીતિના માધ્યમથી શાંતિ અને સ્થિરતાના પ્રયાસોને સંમેશા સમર્થન કરતું રહ્યું છે.
તેમાં કહેવામાં આવ્યું કે, અમને આશા છે કે અમેરિકા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચે શિખર સંમેલનના પરિણામ કોરિયાઈ પ્રાયદ્વીપમાં સ્થાયી શાંતિ અને સ્થિરતાનો માર્ગ ખોલશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમાં અમારા પાડોસમાં પરમાણુ પ્રસાર સંબંધી અમારી ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરિયા નેતા કિમ જોંગ ઉને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સુરક્ષા ગેરંટી આપવાના બદલામાં જૂની વાતો ભૂલી અને કોરિયાઈ પ્રાયદ્વીપમાં પૂર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણની તરફ કામ કરવાનું વચન આપ્યું. બંન્ને નેતાઓએ અહીં ઐતિહાસિક વાર્તા પૂર્ણ કર્યા બાદ એક સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યાં.
નિવેદન અનુસાર, ટ્રમ્પ અને તિમ બંન્ને દેશો વચ્ચે નવા સંબંધ બનાવવા અને કોરિયાઇ પ્રાયદ્વીપમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવા સંબંધિત મુદ્દા પર વિસ્તારપૂર્વક, સઘન અને ઈમાનદારીથી વાતચીત કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે