દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની ઉંમરે નિધન
શારદા પીઠ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં નિધન થયું છે.
Trending Photos
ભોપાલઃ દ્વારકા તથા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધ થયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરૂ માનવામાં આવતા હતા. જાણકારી પ્રમાણે તેમણે પોતાના આશ્રમમાં બપોરે 3 કલાકે અંતિમ શ્વાસ લીધા છે. થોડા દિવસ પહેલા તેમનો 99મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. 2 સપ્ટેમ્બર 1924માં તેમનો જન્મ થયો હતો. તેઓ દ્વારકા અને જ્યોતિર્મઠ પીછના શંકરાચાર્ય હતા.
સ્વતંત્રતા સંગ્રામમાં પણ યોગદાન
દેશની આઝાદી માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદે અંગ્રેજોનો પણ સામનો કર્યો હતો. તેમનું બાળપણનું નામ પોથીરામ હતું. તેમણે કાશીમાં કરપાત્રી મહારાજ પાસે ધર્મનું શિક્ષણ લીધુ હતું. 1942માં ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીદો હતો. આ માટે તેમણે બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. 1989માં તેમને શંકરાચાર્યનું બિરૂદ મળ્યું હતું.
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પોતાના બેબાર નિવેદન માટે જાણીતા હતા. તેમણે રામ મંદિર ટ્રસ્ટને લઈને પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભગવા પહેરી લેવાથી કોઈ સનાતની બનતું નથી. તેમણે કહ્યું હતું કે જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં કોઈ એવો વ્યક્તિ નથી જે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે. તેમણે ધનને લઈને પણ ટ્રસ્ટ પર સવાલ ઉઠાવ્યા હતા.
શંકરાચાર્ય સ્વામી સરસ્વતીનો ગંગા આશ્રમ નરસિંગપુર જિલ્લાના જ્ઞોતેશ્વરમાં છે. તેમણે પોતાના આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદ સરસ્તવીનો જન્મ મધ્યપ્રદેશના સિવનીમાં 2 સપ્ટેમ્બર 1924મા થયો હતો. તેઓ 1982માં ગુજરાતના દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે