Omicron ને કારણે જાન્યુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર, એક્સપર્ટ કમિટીનો દાવો
Omicron Cases: લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે અને આપણી પાસે હાલ એક રીત છે જેનાથી કોરોનાના કેસને સ્થિર કરી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન વાયરસના 415 કેસ સામે આવી ચુક્યા છે. કેરલમાં કોવિડ-19 સંક્રમણને લઈને બનેલી એક નિષ્ણાંતોની કમિટીના ડોક્ટરે કહ્યુ કે, કોરોના વાયરસના Omicron વેરિએન્ટના વધતા સંક્રમણને રોકી શકાશે નહીં. આ કમિટીના ડોક્ટર અનિસે કહ્યુ કે, એક સ્ટડી અનુસાર કોરોનાની ત્રીજી લહેર (Third Wave) જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે અને ઓમિક્રોન વેરિએન્ટ આ લહેરનું મુખ્ય કારણ હોઈ શકે છે. પરંતુ તેમણે કહ્યું, મને આશા છે કે આપણી પાસે આ વખતે ગંભીર રૂપથી બીમાર દર્દીઓની સંખ્યા બીજી લહેર જેવી હશે નહીં પરંતુ આપણે પહેલાથી તૈયાર રહેવાની જરૂર છે.
ડોક્ટર અનિસે કહ્યુ કે, ગ્લોબલ ટ્રેન્ડથી જાણકારી મળે છે કે આવનાર 2-3 સપ્તાહમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 10 હજાર સુધી પહોંચી જશે અને તેવી સંભાવના છે કે 2 મહિનાની અંદર સંક્રમિતોની સંખ્યા 1 મિલિયન સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, આપણે કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે 1 મહિનાથી વધુ સમય નહીં મળે.
આ પણ વાંચોઃ Omicron ના ખતરા વચ્ચે 10 રાજ્યોમાં પોતાની સ્પેશિયલ ટીમ મોકલશે કેન્દ્ર, જાણો કેમ આવી આ સ્થિતિ
કોવિડ પ્રોટોકોલનું કરવું પડશે પાલન
કમિટીએ ચેતવણી આપતા કહ્યું કે, આપણે ભારતમાં સંક્રમણ ફેલાતું રોકવું પડશે. લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે અને આપણી પાસે હાલ એક રીત છે જેનાથી કોરોનાના કેસને સ્થિત કરી શકાય છે.
મહત્વનું છે કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના 415 કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 115 લોકો સાજા થઈ ગયા છે કે દેશ છોડીને જતા રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર ઓમિક્રોનના સૌથી વધુ 108 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ત્યારબાદ દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગણામાં 38, કેરલમાં 37, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે