Omicron ના ખતરા વચ્ચે 10 રાજ્યોમાં પોતાની સ્પેશિયલ ટીમ મોકલશે કેન્દ્ર, જાણો કેમ આવી આ સ્થિતિ

કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં મલ્ટી-ડિસિપ્લિનરી કેન્દ્રીય ટીમોને તૈનાત કરવામાં આવશે. 

Omicron ના ખતરા વચ્ચે 10 રાજ્યોમાં પોતાની સ્પેશિયલ ટીમ મોકલશે કેન્દ્ર, જાણો કેમ આવી આ સ્થિતિ

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર 10 રાજ્યોમાં પોતાની સ્પેશિયલ ટીમ મોકલશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તેની જાણકારી આપતા કહ્યું- 10 ચિન્હિત રાજ્યોમાં કેન્દ્રીય ટીમોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી કેટલાક રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. તો કેટલાક રાજ્યોમાં રસીકરણની ગતિ ધીમી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં મલ્ટી-ડિસિપ્લિનરી કેન્દ્રીય ટીમોને તૈનાત કરવામાં આવશે. 

ઓમિક્રોનના કુલ 415 કેસ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7189 કેસ સામે આવ્યા છે. આ સિવાય અત્યાર સુધી 67.10 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો ભારતમાં ઓમિક્રોનના કુલ 415 કેસ થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ 108 મહારાષ્ટ્રમાં છે. રાજ્યવાર અત્યાર સુધી ઓમિક્રોનના કેટલા કેસ સામે આવ્યા છે. 

મહારાષ્ટ્ર- 108
દિલ્હી-79
ગુજરાત- 43
તેલંગાણા- 38
કેરળ- 37
તમિલનાડુ- 34
કર્ણાટક- 31
રાજસ્થાન- 22
હરિયાણા - 4
ઓડિશા - 4
આંધ્ર પ્રદેશ - 4
જમ્મુ અને કાશ્મીર - 3
પશ્ચિમ બંગાળ - 3
ઉત્તર પ્રદેશ-2
ચંદીગઢ - 1
લદ્દાખ-1
ઉત્તરાખંડ - 1
કુલ-415

ઓમિક્રોન વિરુદ્ધ જંગને નબળી પાડી રહ્યાં છે આ 11 રાજ્ય
દેશની 89 ટકા વયસ્ક વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 61 ટકા વસ્તીને બંને ડોઝ લાગી ગયા છે. પરંતુ 11 રાજ્યોમાં રસીકરણની ગતિ રાષ્ટ્રીય એવરેજથી ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શુક્રવારે પત્રકાર પરિષદમાં આ રાજ્યોની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યોની સાથે બેઠક થઈ છે તથા તેમને રસીકરણમાં ગતિ લાવવાનું કહેવામાં આવ્યું છે. 

મહત્વનું છે કે અત્યાર સુધી દેશમાં 140 કરોડથી વધુ રસીના ડોઝ લાગી ચુક્યા છે. તેમાંથી 83.29 કરોડ પ્રથમ ડોઝના રૂપમાં તથા 57 કરોડ રસી બીજા ડોઝ તરીકે આપવામાં આવી છે. આ રાજ્યોમાં ઓડિશા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, પુડુચેરી, ઉત્તર પ્રદેશ, મેઘાલય, ઝારખંડ, મણિપુર, પંજાબ તથા નાગાલેન્ડ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news