ભારતીય નેવી બનશે અત્યંત શક્તિશાળી, 22800 કરોડના નવા સંરક્ષણ સોદાને મંજૂરી 

સરકારે ગુરુવારે 22800 કરોડના સંરક્ષણ સોદાઓને (Defence Deal)  મંજૂરી આપી દીધી છે. જેમાં નેવી માટે એન્ટી સબમરીન (Anti-sub marine) અને ટોહી એરક્રાફ્ટ (Tohi Aircraft)  P8I ઉપરાંત કોસ્ટ ગાર્ડ માટે બે એન્જિનવાળા ભારે હેલીકોપ્ટર અને અસોલ્ટ રાઈફલો માટે સ્વદેશી નાઈટ વિઝન ડિવાઈઝને પણ લીલી ઝંડી મળી ગઈ છે. નેવીએ અમેરિકા જોડે કુલ 12 P8I એરક્રાફ્ટની ડીલ કરી હતી. જેમાંથી નેવીને 8 મળી ગયા છે અને બાકીના 4 મળવાના બાકી છે. 

ભારતીય નેવી બનશે અત્યંત શક્તિશાળી, 22800 કરોડના નવા સંરક્ષણ સોદાને મંજૂરી 

નવી દિલ્હી: સરકારે ગુરુવારે 22800 કરોડના સંરક્ષણ સોદાઓને (Defence Deal)  મંજૂરી આપી દીધી છે. જેમાં નેવી માટે એન્ટી સબમરીન (Anti-sub marine) અને ટોહી એરક્રાફ્ટ (Tohi Aircraft)  P8I ઉપરાંત કોસ્ટ ગાર્ડ માટે બે એન્જિનવાળા ભારે હેલીકોપ્ટર અને અસોલ્ટ રાઈફલો માટે સ્વદેશી નાઈટ વિઝન ડિવાઈઝને પણ લીલી ઝંડી મળી ગઈ છે. નેવીએ અમેરિકા જોડે કુલ 12 P8I એરક્રાફ્ટની ડીલ કરી હતી. જેમાંથી નેવીને 8 મળી ગયા છે અને બાકીના 4 મળવાના બાકી છે. 

સરકારે 6 નવા P8I એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી દીધી છે. જો કે નેવીએ 10 નવા એરક્રાફ્ટની માગણી કરી હતી. આ એરક્રાફ્ટ સમુદ્રમાં લાંબા અંતર સુધી નિગરાણી કરી શકે છે અને પેટ્રોલિંગ કરી શકે છે. તેના શક્તિશાળી રડાર સમુદ્રમાં કોઈ નાનકડી નાવડીને પણ શોધી શકે છે અને તેની તસવીરો લઈ શકે છે. આ એરક્રાફ્ટથી સબમરીન કે જંગી જહાજો પર હુમલો કરી શકાય છે. 

ભારત ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો છે અને પોતાના મોટાભાગના વેપાર માટે સમુદ્ર ઉપર જ નિર્ભર છે. આવામાં શક્તિશાળી નેવીની જરૂર છે. આ ઉપરાંત સમુદ્રકિનારાની નિગરાણી માટ કોસ્ટ ગાર્ડને બે એન્જિનવાળા ભારે હેલિકોપ્ટરો પણ પૂરા પાડવામાં આવશે. મુંબઇ હુમલા બાદ સમુદ્રકિનારાઓની સુરક્ષા માટે નવા ઉપકરણોની  ખરીદી વધારવામાં આવી છે. ભારતીય સુરક્ષા દળોને રાતે કાર્યવાહી કરવા વધુ સારા બનાવવા માટે સ્વદેશી થર્મલ ઈમેજિંગ નાઈટ સાઈટ્સ બનાવવામાં આવશે. આ સાઈટ્સને ભારતીય ઈન્ડસ્ટ્રી બનાવશે અને તેમને સરહદે તૈનાત સૈનિકોની જરૂરિયાત મુજબ બનાવવામાં આવશે. તેમને ભારતમાં જ ડિઝાઈન અને વિક્સિત કરવામાં આવશે. તેનાથી સૈનિકોને રાતના અંધારા ઉપરાંત ખરાબ હવામાનમાં પણ દુશ્મનોનો સામનો કરવામાં મદદ મળશે. 

જુઓ LIVE TV

P8Iથી ચીન પાકિસ્તાન પરેશાન
સંરક્ષણ જાણકારોનું કહેવું છે કે આ એરક્રાફ્ટ બેધારી તલવાર જેવું છે. જે એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વોરફેરને અંજામ આપવામાં સક્ષમ છે. એટલે કે પોસાઈડન-8i હ વામાં ઉડતા ઉડતા સમુદ્રના પેટાળમાં સબમરીન અને સપાટી પર હાજર રહેલા દુશ્મન જહાજોની કબર ખોદી શકે છે. જ્યારે P8I એરક્રાફ્ટ હવામાં હોય તો દુશ્મનની સબમરીન છૂપાયેલી રહે તે શક્યતા લગભગ ખતમ થઈ જાય છે. તે સમુદ્રના પેટાળમાંથી સબમરીન તો શોધી જ નાખશે પરંતુ સાથે સાથે દુશ્મનને એવું મોત આપશે કે તે સમુદ્રમાં હોવા છતાં પાણી પણ માંગી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news