પોલીસે ડીટેઈન કરેલી 2 કરોડની પોર્શે કારને ફટકાર્યો અધધધ.. રૂ.9.80 લાખનો દંડ

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તોડા દિવસ પહેલા લક્ઝુરિયસ કારને પકડવાની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. 27 નવેમ્બરના રોજ અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ રૂટિંગ ચેકિંગ કરી રહી હતી ત્યારે બપોરના સુપારે પોલિસે આ મોંઘીદાટ કારને કેટલાક નિયમોના ભંગ બદલ ડિટેઈન કરી હતી.

પોલીસે ડીટેઈન કરેલી 2 કરોડની પોર્શે કારને ફટકાર્યો અધધધ.. રૂ.9.80 લાખનો દંડ

મૌલિક ધામેચા/ અમદાવાદઃ અમદાવાદ પોલીસ(Ahmedabad Police) અધધધ... કહી શકાય એટલો દંડ એક કારચાલકને ફટકાર્યો છે. દંડની રકમ સાંભળીને તમે પણ કદાચ ચોંકી જશો. અમદાવાદ પોલીસે રૂ.2.18 કરોડની(2.28 Crore INR) કિંમતની પોર્શે કારને (Porsche 911) રૂ.9.80 લાખનો(9.80 Lac INR) દંડ ફટકાર્યો છે, જે કદાચ ભારતના ઈતિહાસમાં સૌથી મોટી દંડની રકમ હશે. પોલીસે જ્યારે આ કારને ડીટેઈન કરી ત્યારે કારમાં નબર પ્લેટ ન હતી, કારચાલક પાસે જરૂરી દસ્તાવેજ પણ ન હતા. અમદાવાદ પોલીસે દંડ ફટકારવા અંગે કારના ફોટો સાથે ટ્વીટ કરી હતી. 

બે દિવસ પહેલા કરી હતી ડીટેઇન
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તોડા દિવસ પહેલા લક્ઝુરિયસ કારને પકડવાની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. 27 નવેમ્બરના રોજ અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ રૂટિંગ ચેકિંગ કરી રહી હતી ત્યારે બપોરના સુપારે પોલિસે આ મોંઘીદાટ કારને કેટલાક નિયમોના ભંગ બદલ ડિટેઈન કરી હતી. 

— Ahmedabad Police (@AhmedabadPolice) November 29, 2019

આ કાર કિશન પટેલ નામનો એક વ્યક્તિ ચલાવતો હતો. પોલીસે જ્યારે કારને ડિટેઈન કરી ત્યારે કારમાં આગળ કે પાછળના ભાગમાં નંબર પ્લેટ ફિટ કરેલી ન હતી, જેના કારણે ટ્રાફિક નિયમનો ભંગ થતો હતો. પોલિસે જ્યારે કારચાલક પાસેથી કારના દસ્તાવેજો માગ્યા ત્યારે તેની પાસે કાયદેસરના દસ્તાવેજ પણ ન હતા. પોલીસની ફરિયાદ મુજબ આ કારના મુળ માલિકનું નામ રણજીત પ્રભાત દેસાઈ છે અને તેઓ ઘાટલોડિયાના પ્રભાત ચોક વિસ્તારમાં રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news