હૈદરાબાદ: લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા કેસમાં 2 ડ્રાઈવર સહિત 4ની ધરપકડ, CCTV ફૂટેજથી પકડાયા

તેલંગાણા (Telangana) ના પાટનગર હૈદરાબાદ (Hyderabad) માં 22 વર્ષની મહિલા પશુ ચિકિત્સકની હત્યાના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગેંગરેપના મામલે હૈદરાબાદની સાયરાબાદ પોલીસે (Cyberabad police) અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ  કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે ગાડીના ડ્રાઈવર અને એક ક્લીનર છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ અરીફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નેકશવુલુ તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે પહેલા આ લોકોએ પીડિતાને કિડનેપ કરી અને ત્યારબાદ ગેંગરેપને અંજામ આપ્યો. ગેંગરેપ બાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે કહ્યું કે આરોપીઓને જલદી મીડિયા સમક્ષ રજુ કરવામાં આવશે. 
હૈદરાબાદ: લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા કેસમાં 2 ડ્રાઈવર સહિત 4ની ધરપકડ, CCTV ફૂટેજથી પકડાયા

નવી દિલ્હી: તેલંગાણા (Telangana) ના પાટનગર હૈદરાબાદ (Hyderabad) માં 22 વર્ષની મહિલા પશુ ચિકિત્સકની હત્યાના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગેંગરેપના મામલે હૈદરાબાદની સાયરાબાદ પોલીસે (Cyberabad police) અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ  કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે ગાડીના ડ્રાઈવર અને એક ક્લીનર છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ અરીફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નેકશવુલુ તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે પહેલા આ લોકોએ પીડિતાને કિડનેપ કરી અને ત્યારબાદ ગેંગરેપને અંજામ આપ્યો. ગેંગરેપ બાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે કહ્યું કે આરોપીઓને જલદી મીડિયા સમક્ષ રજુ કરવામાં આવશે. 

ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માગણી
સાયબરાબાદ પોલીસે જણાવ્યું કે આરોપીઓને જલદી સજા મળે તે માટે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની ભલામણ કરવામાં આવશે. 

— ANI (@ANI) November 29, 2019

ફૂટેજના આધારે ધરપકડ
પોલીસના જણાવ્યાં મુજબ તમામ આરોપીઓને સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવ્યાં છે. પોલીસે કહ્યું કે બની શકે કે પીડિતાના સ્કૂટરને જાણી જોઈને ટાયર પંચર કરવામાં આવ્યું હોય અને પછી મદદના બહાને રેપ કરવામાં આવ્યો હોઈ શકે છે. 

શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો છે. યુવતીનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો. 

ડોક્ટર બુધવારે સવારે પોતાના ઘરેથી કોલ્લૂરુ ગામમાં એક પશુ ચિકિત્સાલયમાં પોતાની ડ્યૂટી માટે નીકળી હતી. રાતે ઘરે પાછા ફરતી વખતે તેણે બહેનને ફોન કરીને કહ્યું હતું કે તેનું દ્વિચક્કી વાહન ખરાબ થઈ ગયું છે. તેણે બહેનને એમ પણ કહ્યું કે તે ડરેલી છે. જ્યારે તેના પરિવારે ત્યારબાદ યુવતીનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનો મોબાઈલ બંધ હતો. 

જુઓ LIVE TV

ગુરુવારે સવારે યુવતીનો મૃતદેહ બળેલી અવસ્થામાં પુલ પાસેથી મળી આવ્યો. મૃતક મહિલા ડોક્ટરના પિતાએ મૃતદેહની ઓળખ કરી હતી. આ મામલાની જાણકારી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે પુરાવા માટે પાસેના ટોલ ગેટના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news