રાશિફળ 9 ઓગસ્ટ: આ રાશિના જાતકો આજે ખાસ સાચવે, મહાલક્ષ્મી દેવીની કરો ઉપાસના

રાશિફળ 9 ઓગસ્ટ: આ રાશિના જાતકો આજે ખાસ સાચવે, મહાલક્ષ્મી દેવીની કરો ઉપાસના

આજનું પંચાંગ

તારીખ

9 ઓગસ્ટ, 2018 ગુરૂવાર

માસ

અષાઢ વદ તેરસ

નક્ષત્ર

આદ્રા

યોગ

વજ્ર

ચંદ્ર રાશી

મિથુન (કછઘ)

  1. આજે તેરસ છે. તેરસના દિવસે મહાલક્ષ્મી દેવીની ઉપાસના કરવી શુભ ફળ આપે છે.
  2. આજે સ્થિરયોગ સૂર્યોદયથી સવારે 8.25 સુધી
  3. સિદ્ધિયોગ સવારે 8.25 થી આવતીકાલ સવારે 5.45 સુધી
  4. ગુરૂપુષ્યામૃત યોગ આવતીકાલે વહેલી સવારે 5.45 થી સૂર્યોદય સુધી
  5. શ્રીસૂક્તનો પાઠ કરવો, પીળી ચણાની દાળનું દાન કરી શકાય, તેને ભોજનમાં પણ લઈ શકાય, મહાલક્ષ્મીદેવીને પીળી બરફીનો પ્રસાદ પણ ધરાવવો.
  6. ભોજનમાં ક્યાંક ને ક્યાંક કેસરનો ઉપયોગ કરી શકાય.

રાશી ભવિષ્ય (9-8-2018)

મેષ (અલઈ)

  • પરદેશથી સારા સમાચાર મળી શકે છે
  • મન પ્રફુલ્લિત રહે
  • આર્કીટેક, ઈન્ટીરીયર ડીઝાઈનર, ગ્રાફીક ડીઝાઈનીંગ સાથે જોડાયેલા જાતકોને લાભ
  • બપોર પછી આપની ક્ષમતા ખીલી ઊઠે

વૃષભ (બવઉ)

  • આજે ગળામાં બળતરા જેવું લાગ્યા કરે
  • ઈન્ફેક્શનથી આજે ચેતવું
  • આજે આવકનું પ્રમાણ જળવાય
  • કોઈ શુભ સમાચારની અપેક્ષા નકારી નથી શકાતી

મિથુન (કછઘ)

  • ગાઢ સંબંધો સૂચવે છે
  • સંબંધોથી લાભ પણ જણાય છે
  • આજે ધનપ્રાપ્તીના યોગ છે
  • લગ્નવાંછુ જાતકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે

કર્ક (ડહ)

  • દાન-ધર્માદાનું કાર્ય થાય
  • એકદમથી આજે નોકરીના અનુસંધાનમાં કોઈ નિર્ણય લેશો નહીં. એ નિર્ણય ખોટો હોઈ શકે છે
  • બપોર પછી પરિસ્થિતિમાં સુધાર આવશે
  • પ્રેમસંબંધોમાં સંયમપૂર્વક વ્યવહાર કરવો

સિંહ (મટ)

  • વેપારી મિત્રોને આજે રાહત અનુભવાય
  • વેપારમાં જૂની ઉઘરાણી છૂટી થાય
  • પણ આરોગ્યની તકેદારી અવશ્ય રાખવી
  • મિત્રો સાથે આજે હરવા-ફરવાનું ટાળવું

કન્યા (પઠણ)

  • સરકારી નોકરી મેળવવા માંગતા જાતકો માટે સાનુકૂળતા
  • આવેશ અને ગુસ્સામાં ખોટો નિર્ણય લેવાઈ શકે છે
  • વેપારી મિત્રો આજે માર્કેટીંગ કરશો તો લાભ થશે
  • માતાનું આરોગ્ય જાળવવું

તુલા (રત)

  • જો કોઈ બિમારીથી પીડાતા હોવ તો આજે બીજો ઓપીનીયન અવશ્ય લેજો
  • પરદેશ જવા ઇચ્છુક જાતકો માટે સાનુકૂળતા છે
  • કોઈના દોરવાયા આજે દોરવાઈ ન જતા
  • હૃદયમાં ઉચાટ જેવું જણાય

વૃશ્ચિક (નય)

  • આપે ભાષામાં સંયમ રાખવો પડશે
  • હિતશત્રુઓથી આજે સાવધાન રહેજો
  • કાર્ય સારી રીતે કરી શકશો
  • પેટની બિમારીથી વિશેષ સાચવવું

ધન (ભધફઢ)

  • આજે આપે ગુહ્ય બિમારીથી સાવધ રહેવું
  • ઘરમાં મતભેદ સર્જાઈ શકે છે
  • વાહન યોગ પણ પ્રબળ બનતો જાય છે
  • કલા ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભ

મકર (ખજ)

  • ધનની ચિંતા આપને સતાવી શકે છે
  • શંક-કુશંકાથી આજે આપે દૂર રહેવું
  • શનિદેવ માર્ગી થશે એટલે ધીમે ધીમે સુધાર આવશે
  • આજે જેમને વેવિશાળના સંદર્ભમાં મળવાનું હોય તે પરિવારે આજનો દિવસ ટાળવો

કુંભ (ગશષસ)

  • નાની વાત મોટું સ્વરૂપ ધારણ ન કરે તે જોવું
  • સમાધાનકારી વલણ અપનાવવું
  • બ્લડપ્રેશરના દર્દીઓએ સાવધાની રાખવી
  • જમીનની લેવડ દેવડ સાથે સંકળાયેલા જાતકોને લાભ

મીન (દચઝથ)

  • ઊચ્ચ વિચારોથી આપે અભિભૂત છો
  • તર્ક શક્તિ અતિ બળવાન બને
  • વકીલ મિત્રો, લેખકો, વક્તાઓ માટે લાભકારી
  • રચનાત્મક ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે પણ શુભ

 

જીવનસંદેશ – જીવનસંઘર્ષમાં સફળતા મળશે જ.

અમિત ત્રિવેદી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news