ભારત પર હુમલા માટે ISIએ આતંકીઓને ગિફ્ટ કર્યા 200 એન્ટી થર્મલ જેકેટ્સ

ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી મીડિયાને જણાવ્યું કે, પાકિસ્તાનની આઈએસઆઈ દેશમાં મોટા હુમલો કરવાના ષડયંત્રમાં લાગેલી છે. 
 

ભારત પર હુમલા માટે ISIએ આતંકીઓને ગિફ્ટ કર્યા 200 એન્ટી થર્મલ જેકેટ્સ

નવી દિલ્હીઃ જ્યાં પાકિસ્તાનમાં ઇમરાન ખાનની તાજપોશીની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે તો આઈએસઆઈ ભારત પર આતંકી હુમલાના ષડયંત્રમાં લાગેલું છે. ભારત અને પાકિસ્તાન સરહદ પર લાગેલા થર્મલ ઇમેજિંગ જિવાઇસને ચકમો આપવા માટે આઈએસઆઈએ આતંકીઓને એન્ટી થર્મલ જેકેટ્સ આપ્યા છે. આ જેકેટની સૌથી ખાસ વાત છે કે આતંકીઓ તેને પહેરીને આરામથી દેશની સરહદમાં દાખલ થઈ શકે છે. ઈન્ટલિજન્ટસ એજન્સીઓના આ રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સચેત થઈ ગઈ છે. 

ગૃહ મંત્રાલયમાં મોકલેલા ગુપ્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈએસઆઈએ થર્મલ જેકેટ્સને પાકિસ્તાન સેનાના તે ખાસ યૂનિટને પણ ઉપલબ્ધ કરાવ્યા છે, જે આતંકીઓને ભારતમાં ઘુસાડવા માટે સરહદ પર હાજર છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી મીડિયાને જણાવ્યું કે પાકિસ્તાનની આઈએસઆઈ દેશમાં મોટો હુમલો કરવાના ષડયંત્રમાં લાગેલી છે અને આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટી સંખ્યામાં આતંકીઓની મૂવમેન્ટની ગુપ્ત જાણકારી મળી છે. 

ગુપ્ત એજન્સીઓને મળેલા રિપોર્ટ પ્રમાણે, આ આતંકીઓ દેશમાં ઘુષણખોરી કરવા માટે તૈયાર છે. ગૃહ મંત્રાલયના એક અધિકારી પ્રમાણે, આ આતંકીઓને પાકિસ્તાની સેના મદદ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ આતંકીઓની સાથે પાકિસ્તાન સેનાના જવાનો પણ સામેલ છે, જે ભારતીય જવાનો પર BAT એક્શનની તૈયારી કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ આ પ્રથમ તક છે જ્યારે આટલી મોટી સંખ્યામાં આતંકીઓ ભારતીય સરહદમાં ઘુષવા માટે તૈનાત છે. 

આ ખાસ પ્રકારના ડ્રેસની જાણકારી સૌથી પહેલા તે સમયે મળી જ્યારે થોડા મહિના પહેલા પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન દરમિયાન બીએસએફ પર પાકિસ્તાની રેંજર્સે ખૂબ નજીક આવીને જમ્મૂના જમ્મૂવાલ પોસ્ટ પર ફાયરિંગ કર્યું પરંતુ પાકિસ્તાની રેંજર્સની આ હરકત બીએસએફના નાઇટ વિઝન ડિવાઇસમાં કેદ ન થઈ શકી ત્યારબાદ આ વીડિયોને ધ્યાનથી જોતા ખ્યાલ આવ્યો કે પાકિસ્તાની રેંજર્સનો એક જવાન બીએસએફ પર ખૂબ નજીક આવીને ફાયરિંગ કરી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news