Cycolne Tej: નવરાત્રિ દરમિયાન વાવાઝોડા 'તેજ'ના ભણકારા? અરબસાગરમાં હળવા દબાણનું ક્ષેત્ર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે
Cycolne Tej: અરબ સાગરમાં સોમવારે રાતે એક હળવા દબાણવાળું ક્ષેત્ર બની શકે છે. જે કદાચ ચોમાસા બાદના પહેલા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
Trending Photos
Cycolne Tej: અરબ સાગરમાં સોમવારે રાતે એક હળવા દબાણવાળું ક્ષેત્ર બની શકે છે. જે કદાચ ચોમાસા બાદના પહેલા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. હવામાન મોડલ ભવિષ્યવાણી કરી રહ્યા છે કે અરબ સાગરના દક્ષિણપૂર્વ ભાગો પર ચક્રવાત પરિસંચરણની સ્થિતિ બની રહી છે જો કે કોઈ પણ નક્કર અનુમાન માટે આ ઉતાવળ હશે.
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે જણાવ્યું છે કે ભૂમધ્યરેખીય ક્ષેત્રની બાજુમાં અરબ સાગરના દક્ષિણપૂર્વ ભાગોમાં સ્થિતિઓ બની રહી છે જ્યાં સકારાત્મક આઈઓડી અને મામૂલી રીતે અનુકૂળ એમજેઓના કારણે ગરમ હિન્દ મહાસાગરમાં એક સાથે મળીને જલદી એક ચક્રવાતી વિક્ષોભ પેદા કરી શકે છે.
સ્કાયમેટ વેધરના 13 ઓક્ટોબરના પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવાયું છે કે 15 ઓક્ટોબરની આજુબાજુ દક્ષિણપૂર્વ અરબ સાગરની ઉપર એક ચક્રવાતી પરિસંચરણ બનવાની સંભાવના છે. જે આગામી 72 કલાકમાં સમુદ્રના ચરમ દક્ષિણ મધ્ય ભાગોમાં સ્થાનાંતરિત થઈ શકે છે અને ઓછા દબાણવાળા ક્ષેત્ર સ્વરૂપમાં આકાર લઈ શકે છે. જો કે ખુબ હળવા અક્ષાંશ અને પ્રતિકૂળ પર્યાવરણીય સ્થિતિઓ ચક્રવાતી પવનોમાં કોઈ પણ તેજીથી વૃદ્ધિના સંકેત આપતી નથી.
આઈઓડી કે હિન્દ મહાસાગર દ્વિધ્રુવ બે ક્ષેત્રો (કે ધ્રુવો, આથી એક દ્વિધ્રુવ) વચ્ચે સમુદ્રની સપાટીના તાપમાનમાં અંતરને સંદર્ભિત કરે છે. જ્યારે એમજેઓ કે મેડેન-જુલિયન ઓસિલેશનને ભૂમધ્ય રેખાની આજુબાજુ વાદળ અને વર્ષાના પૂર્વ તરફ આગળ વધનારા 'પલ્સ' તરીકે ઓળખવામાં આવે છે. જે સામાન્ય રીતે દર 30થી 60 દિવસમાં દોહરાવવામાં આવે છે.
તો...વાવાઝોડાનું નામ અપાશે તેજ!
પ્રારંભિક પૂર્વાનુમાનો મુજબ આદર્શ પરિસ્થિતિઓમાં તે સંભવિત હળવા દબાણનું ક્ષેત્ર જલદી એક ચક્રવાતમાં બદલાઈ શકે છે. જો ચક્રવાત બનશે તો તેનું નામ 'તેજ' રાખવામાં આવશે.
સ્કાઈમેટવેધર.કોમએ 13 ઓક્ટોબરના રોજ પ્રકાશિત રિપોર્ટમાં કહ્યું છે કે દક્ષિણપૂર્વ અરબ સાગરની ઉપર બની રહેલી સ્થિતિઓ 72 કલાકમાં સમુદ્રના ચરમ દક્ષિણ-મધ્ય ભાગોમાં સ્થાનાંતરિત થઈ શકે છે અને હળવા દબાણના ક્ષેત્ર તરીકે આકાર લઈ શકે છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે હાલમાં જ જણાવ્યું હતું કે,ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાશે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. અને પછી 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત આવશે. જે બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવી તે મુશ્કેલ છે પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ જો કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે