Coronavirus: કોરોનાનો કહેર યથાવત, 62,258 નવા કેસ, 291 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં વધુ 291 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 75.6% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (112) નોંધાયો છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં 59 દર્દીનાં મૃત્યુ થયા છે.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડ (Covid 19) ના નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલા 79.57% કેસો આ છ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 62,258 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં દૈનિક ધોરણે દેશમાં સૌથી વધુ 36,902 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ 3,122 જ્યારે છત્તીસગઢમાં વધુ 2,665 કેસ નોંધાયા છે.
ભારત (India) માં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 4,52,647 નોંધાઇ છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 3.8% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કેસોની સંખ્યા વધવાથી કુલ સક્રિય કેસોમાં 31,581 દર્દીનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે. મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ (Punjab) માં દેશના કુલ સક્રિય કેસોમાંથી 73% દર્દીઓ છે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,12,95,023 સુધી પહોંચી છે. સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર 94.84% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 30,386 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશભરમાં એક દિવસમાં સૌથી વધુ 17,019 દર્દીઓ મહારાષ્ટ્રમાં સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 291 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 75.6% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (112) નોંધાયો છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં 59 દર્દીનાં મૃત્યુ થયા છે.
14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં, આસામ, ઓડિશા, પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે