ગુજરાતમાં દર 2 મિનિટે 3 લોકો કોરોનાના શિકાર થઈ રહ્યાં છે, સરકારની ચિંતા વધી

ગુજરાતમાં દર 2 મિનિટે 3 લોકો કોરોનાના શિકાર થઈ રહ્યાં છે, સરકારની ચિંતા વધી
  • કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં 65 જેટલા સિનિયર તબીબોને ડેપ્યુટેશન પર પરત બોલાવાયા
  • અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી કોવિડ હૉસ્પિટલની સંખ્યામાં વધારો થયો, હવે 76 ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાના વધતા કેસોથી ચિંતા વધી રહી છે. પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, કેટલાક શહેરોમાં તો આખાને આખા પરિવારો સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, ગુજરાતમાં દર 2 મિનિટે 3 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં પહેલીવાર 24 કલાકમાં 2190 નવા કેસ નોંધાયા છે. તેમાં પણ સુરત અને અમદાવાદમાં સ્ફોટક સ્થિતિ છે. સુરતમાં દર કલાકે 31, અમદાવાદમાં દર કલાકે 26ને કોરોના થઈ રહ્યો છે. તો સાથે જ ગુજરાતમાં દર કલાકે 60 લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે. 24 કલાકમાં 6 લોકોનો કાળમુખા કોરોનાએ ભોગ લીધો છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 4,479 લોકોના મોત ગુજરાતમાં નોંધાયા છે. તો સામે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ 95.07 ટકા પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 10132 એક્ટિવ કેસ, જેમાં 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 

ઓખા-માધવપુરનો હવે ‘જમાનો’ આવશે, સૌરાષ્ટ્રનાં 7 ટાપુ આંદમાન-નિકોબારને ટક્કર આપશે તેવા બનાવાશે 

સિવિલના 65 સિનિયર તબીબોને ડેપ્યુટેશન પર પરત બોલાવાયા
અમદાવાદમાં સતત વધતા કોરોનાના કેસથી ચિંતા વધી છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં 65 જેટલા સિનિયર તબીબોને ડેપ્યુટેશન પર પરત બોલાવવામાં આવ્યા છે. MCI ના ઇન્સ્પેકશન સંદર્ભે કરાયેલી ટ્રાન્સફર અંતર્ગતના તબીબોને પરત સિવિલમાં ફરજ માટે બોલાવાયા છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં 336 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. એક મહિના પહેલા સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં માત્ર 40 દર્દીઓ સારવાર પર હતા, જે વધીને 336 થયા છે. હાલ સારવાર લઈ રહેલા 336 દર્દીઓમાંથી 8 વેન્ટિલેટર પર, 37 બાયપેપ પર, તો 135 દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ છે. હાલ અમદાવાદ સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં 920 કોરોનાના બેડ દર્દીની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે.  

9 Photos માં સ્ટેપ બાય સ્ટેપ જુઓ, કેવી રીતે અચાનક હુમલાથી 6 માસની બાળકી નીચે પટકાઈ    

હવે 76 ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી કોવિડ હૉસ્પિટલની સંખ્યામાં વધારો થયો છે. 70 ખાનગી હૉસ્પિટલને બદલે હવે 76 ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે. આ 76 ખાનગી હૉસ્પિટલમાં કુલ 2,885 બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાયા છે. કોરોનાના કેસો વધતા કુલ ઉપલબ્ધ બેડમાંથી 48 ટકા જેટલા બેડ કોરોનાના દર્દીઓથી ભરાયા છે. ખાનગી હૉસ્પિટલના 2,885 બેડમાંથી હાલ 1,362 બેડ પર કોરોના દર્દીઓ સારવાર હેઠળ, 1,523 બેડ ખાલી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં આઈસોલેશનના બેડ પર 505 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ હાલ 660 આઈસોલેશનના બેડ ખાલી છે. HDU બેડ પર કોરોનાના 575 દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે 515 HDU બેડ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં 185 ICU વિથઆઉટ વેન્ટીલેટરના બેડ પર દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે 224 બેડ હાલ ખાલી છે. ICU વિથ વેન્ટીલેટર પર 98 કોરોનાના દર્દીઓ દાખલ, જ્યારે 124 જેટલા ICU વિથ વેન્ટીલેટરના બેડ હાલ ખાલી છે. આ સિવાય અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલ દ્વારા કોવિડ કેર સેન્ટર પર શરૂ કરાયા છે. 4 કોવિડ કેર સેન્ટરમાં કુલ 194 બેડ છે ઉપલબ્ધ, જેમાંથી હાલ માત્ર 9 જ બેડ ભરાયેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news