Corona Vaccine: દેશમાં અત્યાર સુધી 41 કરોડ લોકોને લાગી કોરોના વેક્સિનઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી 41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ સામેલ છે. 
 

Corona Vaccine: દેશમાં અત્યાર સુધી 41 કરોડ લોકોને લાગી કોરોના વેક્સિનઃ સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે દેશમાં કોવિડ-19 વિરોધી રસીના 41 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, સાંજે 7 કલાકના રિપોર્ટ અનુસાર સોમવારે દેશમાં રસીના 47,77,697 ડોઝ આપવામાં આવ્યા છે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે આજે 18થી 44 વર્ષ ઉંમર વર્ગના 22,38,900 લોકોને રસીનો પ્રથમ ડોઝ તો 1,48,075 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ દેશભરમાં 18થી 44 વર્ષ ઉંમર વર્ગમાં કુલ 12,73,70,809 લોકોએ પ્રથમ ડોઝ અને 50,58,284 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. 

એક દિવસમાં 38 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 38,164 દર્દીઓ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,11,44,229 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,21,665 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,660 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે.  આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,03,08,456 થઈ છે. 

24 કલાકમાં 499 લોકોના કોરોનાથી મોત
સરકારી આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 499 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ  સાથે કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુની સંખ્યા 4,14,108 થઈ છે. કોરોના સામેની લડતમાં રસી એક મહત્વનું હથિયાર છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 40,64,81,493 રસીના ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news