Laxmi Narayan Yog: બુધ-શુક્રની યુતિથી બન્યો લક્ષ્મી નારાયણ યોગ, 3 જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, મળશે ડબલ ફાયદો
Laxmi Narayan Yog in Mithun Rashi: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની બદલતી ચાલનો પ્રભાવ દરેક જાતકો પર પડે છે. કોઈ માટે શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જૂનનો મહિનો ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક ગ્રહોએ પોતાની ચાલમાં પરિવર્તન કર્યું છે અને ઘણા રાશિ પરિવર્તન કરવાના છે.
મિથુન રાશિમાં બન્યો લક્ષ્મી નારાયણ યોગ
જ્યોતિષ ગણના અનુસાર 12 જૂને સાંજે 6 કલાક 55 મિનિટ પર શુક્ર ગ્રહે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. તો 14 જૂને એટલે કે કાલે રાત્રે 10 કલાક 55 મિનિટ પર ગ્રહોના રાજકુમાર બુધે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ બંને ગ્રહોની યુતિથી આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયું છે. આ યોગ ત્રણ રાશિઓ માટે ખુબ ભાગ્યશાળી છે.
મિથુન રાશિ
બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ મિથુન રાશિના જાતકો માટે શુભ છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધાર થશે. રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે, જેના સારા પરિણામ તમને ભવિષ્યમાં મળી શકે છે. પારિવારિક સંબંધો મજબૂત થશે. આ દરમિયાન પરિવાર સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો.
સિંહ રાશિ
મિથુન રાશિમાં બનેલો લક્ષ્મી નારાયણ યોગ સિંહ રાશિના જાતકો માટે શુભ સમાચાર લઈને આવશે. નોકરી સાથે જોડાયેલી પરેશાનીઓ ખતમ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. આ રાશિના વેપારીઓને સારી ડીલ મળી શકે છે, જેનાથી ધનલાભ થશે. દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થશે અને સંબંધોમાં મિઠાસ વધશે.
કન્યા રાશિ
મિથુન રાશિમાં બુધ અને શુક્રનું મિલન કન્યા રાશિના જાતકો માટે ડબલ ફાયદો કરાવી શકે છે. તમારા અટવાયેલા કામ પૂરા થશે અને સફળતા મળશે. નોકરી કરી રહેલા જાતકોનું પ્રમોશન થઈ શકે છે અને પગારમાં વધારો થઈ શકે છે. જો તમે માનસિક તણાવ સહન કરી રહ્યાં છો તો તે દૂર થશે અને મન પ્રસન્ન થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
Trending Photos