સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા

વાદળ ફાટવા અને ભુસ્ખલન થવાના પગલે કેટલાક રસ્તાઓ બંધ થયા છે. જે અગામી બેથી ત્રણ દિવસમાં ખુલવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ત્યારબાદ સિક્કમમમાં અટવાયેલા પ્રવાસીઓને નિકળવાનો માર્ગ મળશે જે ગુજરાતી પ્રવાસીઓ સિક્કિમમાં છે તે હાલમાં સેફ છે.

સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા

ઝી બ્યુરો/વડોદરા: પુર્વોત્તર રાજ્ય સિક્કિમમાં વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાના પગલે ભુસ્ખલનની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં અનેક પ્રવાસી ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. સિક્કિમમાં કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની વિગતો મળી રહી છે. 20 જેટલા ગુજરાતીઓ કુદરતી હોનારતના કારણે ફસાયા હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્રણ દિવસ અગાઉ આર્મીના જવાનના મોબાઈલ દ્વારા સંપર્ક થયો હોવાનો પરિવારજનોએ માહિતી આપી છે.

વાદળ ફાટવા અને ભુસ્ખલન થવાના પગલે કેટલાક રસ્તાઓ બંધ થયા છે. જે અગામી બેથી ત્રણ દિવસમાં ખુલવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ત્યારબાદ સિક્કમમમાં અટવાયેલા પ્રવાસીઓને નિકળવાનો માર્ગ મળશે જે ગુજરાતી પ્રવાસીઓ સિક્કિમમાં છે તે હાલમાં સેફ છે. જો કે જે લોકો પરત ફરવાના હતા તેમણે પોતાની ફ્લાઇટ પકડી શક્યા નથી. 

સિક્કિમ લાચુંગામાં ફરવા ગયેલો પરિવાર ફસાયો
સિક્કિમના લાચુંગમાં ફરવા ગયેલો વડોદરા પરિવાર ફસાયો છે. સિક્કિમમાં અચાનક વાદળ ફાટતાં 9 લોકો ફસાતા પરિવારજનો ચિંતામાં આવી ગયા છે. 7 જૂનના રોજ આ તમામ લોકો ટ્રાવેર્લ્સ મારફતે સિક્કિમ ફરવા ગયા હતા અને આજે આ તમામ સભ્યો હવાઈ મારફતે વડોદરા પરત આવવાના હતા પરંતુ ત્રણ દિવસથી પરિવારના એક પણ સભ્યનો સંપર્ક થયો નથી.

ફસાયેલા લોકોના પરિવારજનોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી અને તમામ સભ્યોને સહી સલામત પરત લાવવાની માગ કરી છે. પોતાના સ્વજનો સિક્કિમમાં ફસાતા પરિવારજનોની આંખમાંથી આસુ આવી ગયા છે અને એક જ માગ કરી રહ્યા છે સરકાર મદદ કરે.

સિક્કીમમાં ફરવા ગયેલા પરિવાર

  • કલાવતીબેન રાણા
  • રાવીશભાઈ રાણા
  • જલ્પાબેન રાણા
  • જ્યોત્સનાબેન રાણા
  • જીનલ રાણા
  • જયશ્રીબેન રાણા
  • અશોકભાઈ રાણા
  • જૈનેશભાઈ રાણા
  • રેખાબેન રાણા

ટી20 વિશ્વકપ વચ્ચે ટીમ ઈન્ડિયામાં વિવાદ, ગિલે રોહિતને કર્યો અનફોલો, જાણો કારણ

સિક્કીમમાં મુસાફરો ફસાયા 
ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અવિરત વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનને કારણે 15 વિદેશીઓ સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. મુખ્ય સચિવની કચેરીએ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે મિન્ટોકગંગમાં એક બેઠક યોજી હતી. ભૂસ્ખલનને કારણે મિલકતોને નુકસાન થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news