શોર્ટ ટર્મમાં કમાણી કરાવશે આ 3 Stocks, મંગળવારે રાખો નજર, જાણો ટાર્ગેટ

Stocks to BUY: બજારમાં તેજીનો ટ્રેન્ડ છે અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ તેજીના ટ્રેન્ડમાં એક્સપર્ટે શોર્ટ ટર્મ માટે 3 દમદાર સ્ટોક્સની પસંદગી કરી છે. આવો ટાર્ગેટ સહિત અન્ય વિગતો જાણીએ.

શોર્ટ ટર્મમાં કમાણી કરાવશે આ  3 Stocks, મંગળવારે રાખો નજર, જાણો ટાર્ગેટ

Stocks to BUY: ચાર કારોબારી સત્રથી સતત બજારમાં તેજી છે. શુક્રવારે નિફ્ટીએ 22490નો રેકોર્ડ હાઈ બનાવ્યો. સેઠી ફિનમાર્ટના વિકાસ સેઠીએ શોર્ટ ટર્મ ઈન્વેસ્ટરો માટે કેશ માર્કેટમાં Ion Exchange (India) Ltd, Delhivery અને  GMDC ને તમારા માટે પસંદ કર્યાં છે. નોંધનીય છે કે સોમવારે બજાર બંધ રહેશે. તેવામાં મંગળવારે શોર્ટ ટર્મના ઈન્વેસ્ટરો આ સ્ટોક્સ પર ફોકસ કરી શકે છે.

Ion Exchange Share Price Target
એક્સપર્ટની પહેલી પસંદ Ion Exchange છે. આ શેર 536 રૂપિયા પર છે. 515 રૂપિયાના સ્ટોપલોસની સાથે 570 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ સપ્તાહે શેરમાં 7 ટકા અને બે સપ્તાહમાં આશરે 5 ટકાની તેજી આવી છે.

Delhivery Share Price Target
એક્સપર્ટની બીજી પસંદ Delhivery છે. આ શેર 406 રૂપિયાના સ્તર પર છે. 400 રૂપિયાના સ્ટોપલોસની સાથે 460 રૂપિટાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ લોજિસ્ટિકની દિગ્ગજ કંપની છે. ઈ-કોમર્સ માટે તે મુખ્ય રૂપથી કામ કરી રહી છે. એક સપ્તાહમાં સ્ટોકે 5.3 ટકા અને બે સપ્તાહમાં 5.6 ટકાનું રિટર્ન આપ્યું છે.

GMDC Share Price Target
એક્સપર્ટની ત્રીજી પસંદ GMDC એટલે કે ગુજરાત મિનકલ્સ છે. આ શેર 402 રૂપિયાના સ્તર પર છે. 387 રૂપિયાના સ્ટોપલોસની સાથે 415 રૂપિયાનો શોર્ટ ટર્મ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કંપની પાવર, માઇનિંગ સેક્ટરમાં મુખ્ય રૂપથી કામ કરે છે. આ સપ્તાહે શેરમાં 6 ટકા અને બે સપ્તાહમાં આશરે 2.5 ટકાની તેજી આવી છે.

(ડિસ્ક્લેમરઃ આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ/એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઝી બિઝનેસના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news