શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા
સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યો મુદ્દો ઉઠાવ્યો હતો કે શહેરના શાહકારી વિસ્તારમાં નોનવેજ દુકાનો ચાલી રહી છે જેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. નોનવેજ દુકાન લાયસન્સની પણ તપાસ કરવી જોઇએ.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા ખાતે આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ શહેરમાં નોનવેજ દુકાનો બંધ કરવાની માંગણી કરી એએમસી કમિશનર અધ્યક્ષતામાં મળી હતી.
સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે શહેરના શાકાહારી વિસ્તારમાં નોનવેજની દુકાનો ચાલી રહી છે, જેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. નોનવેજની દુકાનોના લાયસન્સની પણ તપાસ કરવી જોઇએ. શહેરમાં ગેરકાયદેસર લારીઓ અને દુકાનો વધી ગઇ છે. તેના માલિકો સામે પોલીસ કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી.
શહેરમાં ગેરકાયદેસર મટન વેચાણ થતું હોય તો તેના પર પણ કાર્યવાહી કરવી જોઇએ, સાથે જ મંદિર પાસે રહેલી નોનવેજની લારીઓ દૂર કરવા પણ સંકલન સમિતિની માંગ ઉઠી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે