રાહુલ ગાંધી બહેન પ્રિયંકા વાડ્રા સાથે વેકેશન ગાળવા પહોંચ્યા શિમલા

પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે રાહુલ ગાંધી સડક માર્ગથી શિમલા પહોંચ્યા, છરબરામાં પ્રિયંકાનું નિર્માણાધીન મકાન પણ જોવા માટે ગયા

રાહુલ ગાંધી બહેન પ્રિયંકા વાડ્રા સાથે વેકેશન ગાળવા પહોંચ્યા શિમલા

શિમલા : પાંચ રાજ્યોની ચૂંટણી માટે સધન પ્રચાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા વાડ્રા અને તેનાં બાળકો સાથે રજા મનાવવા માટે હિમાચલ પ્રદેશમાં શિમલા પહોંચ્યા. કોંગ્રેસનાં એક સ્થાનીક નેતાએ જણાવ્યું કે, પ્રિયંકા સાથે રાહુલ ગાંધી (18 ડિસેમ્બર) શિમલા પહોંચ્યા હતા. તેઓ છરબરામાં પ્રિયંકાનાં નિર્માણાધીન મકાનને જોવા માટે પણ ગયા હતા. તેમણે જણાવ્યું કે, રસ્તામાં સોલન જિલ્લામાં એક ઢાબા પર થોડા સમય માટે રોકાયા અને ચા નાસ્તો કર્યો હતો. સમાચાર મળતા જ કેટલાક સ્થાનીક કોંગ્રેસી નેતાઓ અને મહિલાઓ પણ અહી આવી પહોંચી હતી. 

congress president rahul gandhi and his sister priyanka reached shimla for vacations

સ્થાનીક નેતાઓનાં અનુસાર કોંગ્રેસ અધ્યક્ષે તેમને કહ્યું કે, તેઓ હિમાચલની એક મુલાકાત પર આવ્યા છે. કોંગ્રેસી નેતાઓએ જણાવ્યું કે, રાહુલ, સોલન જિલ્લામાં એક ઢાબા પર રોકાયા હતા. થોડી મિનિટો માટે રોકાયા હતા. સમાચાર મળ્યા બાદ કેટલાક સ્થાનીક કોંગ્રેસી નેતા અને મહિલાઓ પણ ત્યાં આવી પહોંચી હતી. સ્થાનીક નેતાઓનાં અનુસાર કોંગ્રેસ અધ્યક્ષે તેમને કહ્યું કે, તેઓ હિમાચલની એક ખાનગી મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે, રાહુલ પ્રિયંકા અને તેમનાં બાળકો છરબરાની એક હોટલમાં રોકાયા હતા. 

congress president rahul gandhi and his sister priyanka reached shimla for vacations

થોડા સમય બાદ રાહુલે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી અને દિલ્હીમાં તેમના નિવાસ પર આવીને તેમને મળવાની વાત પણ કરી હતી. ત્રણ રાજ્યોમાં થયેલી જીત બાદ કોંગ્રેસ કેન્દ્રમાં જબરદસ્ત વાપસીનો સંકેત માની રહી છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા વાડ્રાએ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં એક વખત ફરીથી તેઓ પરત ફરસે અને કેન્દ્રમાં સરકાર બનાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news