134 પોઈન્ટની મજબૂતી સાથે ખૂલ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળો
Trending Photos
શેર બજાર બુધવારે તેજી સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજના બીએસઈ સેન્સેક્સ 134 પોઈન્ટની તેજી સાથે 36481 ના સ્તર પર ખુલ્યો છે. આ ઉપરાંત 50 શેરોવાળા નિફ્ટીમાં પણ તેજી જોવા મળી છે અને આ 10,940 ના સ્તર પર ખુલ્યો છે. આ પહેલાં રૂપિયો પણ ડોલરના મુકાબલે 34 પૈસા મજબૂતી સાથે ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં રૂપિયો ડોલરના મુકાબલે 70.10 ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો હતો.
આ પહેલાં મંગળવારે પણ શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. શેર બજાર મંગળવારે ગ્રીન નિશાન પર બંધ થયું. સેન્સેક્સ 77.01 પોઈન્ટ (0.21%) અને નિફ્ટી 20.35 પોઈન્ટ (0.19%)ની તેજી સાથે ક્રમશ 36,347.08 અને 10,908.70 પર બંધ થયું. સકારાત્મક વૈશ્વિક વલણ અને વાહન, ધાતુ અને બેકિંગ શેરોમાં તેજીથી સોમવારે સેન્સેક્સ 307 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતું. ગત ચાર સત્રોમાં સેન્સેક્સમાં 1,003.21 વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે