મોદી સરકાર આ બે મોટા કાયદામાં ધરખમ સંશોધન કરવાની ઘડી રહી છે યોજના
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી (Union Minister of State for Home G Kishan Reddy)એ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ભારતીય દંડ સહિતા Indian Penal Code (IPC) અને અપરાધિક પ્રક્રિયા સંહિતા Code of Criminal Procedure (CRPC)માં સંશોધન (amendments) લાવવાનું મન બનાવી રહી છે. અંબરપેટ વિધાનસભા ક્ષેત્રમાં 280 સીસીટીવી નેટવર્કના ઉદ્ઘાટનમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે અમે આઈપીસી અને સીઆરપીસીમાં સંશોધનનો વિચાર કરી રહ્યા છીએ. આ અંગે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.
Trending Photos
હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી (Union Minister of State for Home G Kishan Reddy)એ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ભારતીય દંડ સહિતા Indian Penal Code (IPC) અને અપરાધિક પ્રક્રિયા સંહિતા Code of Criminal Procedure (CRPC)માં સંશોધન (amendments) લાવવાનું મન બનાવી રહી છે. અંબરપેટ વિધાનસભા ક્ષેત્રમાં 280 સીસીટીવી નેટવર્કના ઉદ્ઘાટનમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે અમે આઈપીસી અને સીઆરપીસીમાં સંશોધનનો વિચાર કરી રહ્યા છીએ. આ અંગે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.
રક્ષા યુનિવર્સિટીથી થશે પોલીસતંત્ર મજબૂત
આ સાથે જ એક સવાલના જવાબમાં રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય (Rashtriya Raksha University) અંગે તેમણે કહ્યું કે આ (પ્રસ્તાવ) વિશ્વવિદ્યાલય (ગુજરાત) દેશના પોલીસતંત્રના કામકાજમાં મહત્વનો ફેરફાર લાવશે.
NFS યુનિવર્સિટી માટે વિધેયક પસાર
રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય (National Forensic Sciences University) અંગે જાણકારી આપતા કહ્યું કે 'તે દેશમાં વિદ્યાર્થીઓને કાયદો, અપરાધશાસ્ત્ર, અને અન્ય જરૂરી વિષયોમાં જ્ઞાન વધારવામાં સક્ષમ બનાવશે.' રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે ગત મહિને લોકસભા અને રાજ્યસભા બંનેમાં વિધેયક પસાર થયું છે.
સુરક્ષિત શહેર પ્રોજેક્ટમાં આઠ શહેર
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની સુરક્ષિત શહેર પરિયોજના Safe City project (ખાસ કરીને નિગરાણી, મહિલા સુરક્ષા અને તત્કાળ અપરાધિક તપાસ) હેઠળ હૈદરાબાદ સહિત આઠ શહેરોની પસંદગી થઈ છે. સાર્વજનિક સુરક્ષાના મામલાઓમાં અધિકારીઓ, વિશેષ કરીને પોલીસની મદદ કરવાના સારા ઈરાદાથી ક્લોઝ સર્કિટ કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.
ટેક્નોલોજીનો પ્રયોગ પ્રશંસનીય
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દ્વારા લોકોની સેવા કરવા હેતુથી થઈ રહેલા પ્રયત્નોને હું બિરદાવું છું. કિશન રેડ્ડીએ વધુમાં કહ્યું કે હૈદરાબાદ સહિત દેશના તમામ શહેરોમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે. અમે વધતા અપરાધોને રોકવા માટે સ્માર્ટ પોલીસ નીતિના તમામ ઉપાય કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર તેને રોકવા માટે વધુ સારી પોલીસ વ્યવસ્થા લાવવા માટે કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે