આયુર્વેદિક ડોક્ટરના નામે રેમડેસીવીર ઇન્જેક્શનના ખોટા બિલ બનાવતાં કૌભાંડનો પદાર્ફાશ, જાણો સમગ્ર મામલો

રાજ્યમાં વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર અને સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કોરોનાની સારવાર દરમિયાન ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવામાં આવે છે.

આયુર્વેદિક ડોક્ટરના નામે  રેમડેસીવીર ઇન્જેક્શનના ખોટા બિલ બનાવતાં કૌભાંડનો પદાર્ફાશ, જાણો સમગ્ર મામલો

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજ્યમાં વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર અને સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કોરોનાની સારવાર દરમિયાન ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવામાં આવે છે. ત્યારે કેટલાક લાલચુ અને લેભાગુ તત્વો દ્વારા ઇન્જેકશનની કૃત્રિમ અછત ઉભી કરીને કાળાબજારી કરવામાં આવતી હોવાનું અવાર-નવાર સામે આવી રહ્યું છે. ગત એક સપ્તાહમાં ત્રણ વખત  રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજારી કરવામાં આવતી હોવાનું કૌંભાડ સામે આવ્યું છે. 

ત્યારે ફરી એકવાર રાજકોટની ન્યુ આઈડલ એજન્સી નામના દવાના હોલસેલર દ્વારા રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારમાં વેચી જામનગર રોડ પર આવેલ શેઠનગર નજીક આવેલ આનંદ ક્લિનિકના નામે બોગસ બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચે આરોપી પરેશ લક્ષ્મણ ઝાલાવાડિયાએ REMDAC 100 MGમાં 24 નંગ રૂ. 46,473ના બનાવ્યા બોગસ બિલ બનાવ્યાનો પદાર્ફાશ થતાં તેની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

આ બીલના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડો. આનંદ ચૌહાણને ત્યાં તપાસ કરતા તેમણે કહ્યું કે, પોતે આયુર્વેદીક તબીબ છે. કોરોનાના પેશન્ટની સારવાર કરતા નથી. આ માટે તેની પાસે મંજૂરી પણ નથી. આમ છતાં તેના નામે ઈન્જેક્શનના ખોટા બીલ ન્યુ આઈડલ એજન્સીએ બનાવી નાખતા પેઢીના સંચાલક સામે ક્રાઈમ બ્રાંચે ડો. આનંદ ચૌહાણની ફરિયાદના આધારે  આઈપીસી કલમ 465, 467, 468, 471 મુજબ ગુનો દાખલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news