corona crisis: કોરોના સામે લડવા હવે સશસ્ત્ર દળોના નિવૃત ડોક્ટરોને કરાશે તૈનાત

જનરલ રાવતે પીએમ મોદીને કહ્યુ કે આર્મર્ડ ફોર્સમાંથી છેલ્લા બે વર્ષમાં નિવૃત થઈ ચુકેલા કે સમય પહેલા નિવૃતિ લઈ ચુકેલા મેડિકલ પર્સનલને તેના ઘરની પાસે કોવિડ સેન્ટરમાં કામ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. 
 

corona crisis: કોરોના સામે લડવા હવે સશસ્ત્ર દળોના નિવૃત ડોક્ટરોને કરાશે તૈનાત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેર (CoronaSecondWave) સામે જંગમાં હવે સશસ્ત્ર દળોના નિવૃત થઈ ચુકેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ મોર્ચો સંભાળશે. સીડીએસ જનરલ બિપિન રાવતે સોમવારે આ જાણકારી આપી છે. જનરલ રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી કોરોના મહામારીનો સામનો કરવા માટે સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ અને ઓપરેશનની સમીક્ષા કરી હતી. સીડીએસે પીએમને જણાવ્યુ કે, હોસ્પિટલોમાં ડોક્ટરોની મદદ માટે મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવી રહ્યો છે. 

ઘરની પાસે કોવિડ સેન્ટરમાં તૈનાતી
જનરલ રાવતે પીએમ મોદીને કહ્યુ કે આર્મર્ડ ફોર્સમાંથી છેલ્લા બે વર્ષમાં નિવૃત થઈ ચુકેલા કે સમય પહેલા નિવૃતિ લઈ ચુકેલા મેડિકલ પર્સનલને તેના ઘરની પાસે કોવિડ સેન્ટરમાં કામ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. આ સિવાય નિવૃત થઈ ચુકેલા અન્ય મેડિકસ ઓફિસરો પણ ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા મેડિકલ કન્સલ્ટેશન આપવા માટે તૈયાર છે. પીએમ મોદીને તે પણ જણાવવામાં આવ્યુ કે, કમાન્ડહેડક્વાર્ટર્સ, કોર્પ્સ હેડક્વાટર્સ, ડિવિઝન હેડક્વાટર્સ અને આ પ્રકારે અન્ય હેડક્વાર્ટર્સની હોસ્પિટલોમાં તૈનાત મેડિકલ સ્ટાફને તૈનાતી પર રાખવામાં આવ્યો છે. 

મિલિટ્રી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રયોગ
સીડીએસે કહ્યુ કે, જ્યાં પણ સિવિલિયન્સ માટે સેનાનું મિલિટ્રી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે, ત્યાં મોટી સંખ્યામાં મેડિકલ ફેસિલિટી તૈયાર કરવામાં આવી રહી છે. આ તકે પીએમ મોદીએ ભારત અને વિદેશથી ઈન્ડિયન એરફોર્સ દ્વારા ઓક્સિજન અને અન્ય જરૂરી સામાન લાવવાની પણ સમીક્ષા કરી હતી. 

રાજ્ય સૈનિક વેલફેર બોર્ડ અને વિભિન્ન હેડક્વાટર્સની મદદ
પીએમ મોદીએ સીડીએસની સાથે કેન્દ્રીય અને રાજ્ય સૈનિક વેલફેર બોર્ડ અને વિભિન્ન હેડક્વાટર્સમાં વેટરન્સ સેલ્સમાં તૈનાત ઓફિસરની સર્વિસ લઈને કોઓર્ડિનેટ કરવાની વાત કરી. તેનાથી દૂરના ક્ષેત્રમાં વધુ સહયોગ સંભવ થઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news