CBIમાં ભૂકંપ લાવનાર મોઈન કુરેશીનો પાકિસ્તાન સાથે છે ગાઢ સંબંધ

મોઈન કુરેશી પોતાની હવાલા લિંક અને મની લોન્ડરિંગ કેસ ઉપરાંત અન્ય કૌભાંડોના આરોપીઓના કેસ પણ રફેદફે કરાવવા માટે ઓફિસરોની મદદ લેતો હતો. ત્યારે તેના પાકિસ્તાન કનેક્શન વિશે રોચક માહિતી સામે આવી છે. 

CBIમાં ભૂકંપ લાવનાર મોઈન કુરેશીનો પાકિસ્તાન સાથે છે ગાઢ સંબંધ

નવી દિલ્હી : સીબીઆઈમાં હાલ ધમાસાણ મચ્યું છે. રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને બહાલ કરવાની માગણી સાથે કોંગ્રેસ આજે દેશભરમાં સીબીઆઈ ઓફિસો બહાર ધરણા પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ દેશની રાજધાની દિલ્હીમાં સીજીઓ પરિસરમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પાર્ટીના પ્રદર્શનનું નેતૃત્વ કરશે. તો બીજી તરફ આલોક વર્માને રજા પર મોકલી દેવાના મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી છે. ત્યારે આ સમગ્ર મામલો જે વ્યક્તિ સાથે જોડાયેલો છે, અને જેના કારણે સીબીઆઈમાં ભૂકંપ આવ્યો છે તે માંસ વેપારી મોઈન કુરેશી વિવાદોના કેન્દ્ર બિંદુમાં છે. ઈડીના ચાર્જશીટમાં તેની સામેના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ ચાર્જશીટ અદાલતમાં રજૂ થઈ ચૂકી છે, અને આ આધારે સીબીઆઈ 2017માં પોતાના ડાયરેક્ટર રંજીત સિન્હા અને એપી સિંહની સામે કેસ પણ દાખલ કરી ચૂકી છે. આ ઉપરાંત મોઈન કુરેશી અને રંજીત સિન્હાની વારંવાર થતી મુલાકાતો પણ ટોકિંગ પોઈન્ટ બની જ હતી. મોઈન કુરેશી પોતાની હવાલા લિંક અને મની લોન્ડરિંગ કેસ ઉપરાંત અન્ય કૌભાંડોના આરોપીઓના કેસ પણ રફેદફે કરાવવા માટે ઓફિસરોની મદદ લેતો હતો. ત્યારે તેના પાકિસ્તાન કનેક્શન વિશે રોચક માહિતી સામે આવી છે. 

મોઈન કુરેશી યુપીના રામપુર જિલ્લાનો વતની છે. તેના પિતા જિલ્લામાં અફીણના મોટા વેપારી હતી. અફીણની ખેતી કરીને તેના પિતાએ અઢળક ધન કમાવ્યું હતું. મોઈન કુરેશીએ દિલ્હીની ફેમસ સેન્ટ સ્ટીફન્સ કોલેજથી ઉચ્ચ એજ્યુકેશન મેળવ્યું છે. ત્યાર બાદ તેણે માંસનો વેપાર શરૂ કર્યો, જ્યાં તેનું નસીબ ચમકી ગયું. માંસના વેપારમાં તેને એટલો ફાયદો થયો કે, તેને માંસનું એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યુ્ં, અને આ રીતે તેણે અનેક કંપનીઓ શર કરી. 

Money laundering case: Controversial meat exporter Moin Qureshi gets bail

પત્ની પણ પાકિસ્તાની, દીકરીનો જન્મ કરાંચીમાં
મોઈન કુરેશીની પત્ની નસરીન પાકિસ્તાની એક્ટ્રેસ હતી. તેણે પાકિસ્તાનની ફિલ્મો તથા નાટકોમાં નાના-મોટા રોલ કર્યા છે. આ દરમિયાન તે મોઈન કુરેશીના સંપર્કમાં આવી હતી. જેના બાદ તેમણે લગ્ન કર્યા હતા. મોઈનની દીકરી પર્નિયાનો જન્મ પણ પાકિસ્તાનના કરાંચીમાં થયો હતો, જે હાલ ફેશન ડિઝાઈનર છે. મોઈન કુરેશી સામે જ્યારે ઈડીએ ચાર્જશીટ દાખલ કરી, ત્યારે તેમાં નસરીન કુરૈશીની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલનો પણ ઉલ્લેખ કરાયેલો છો. ન્યૂયોર્ક, પેરિસ અને લંડનની મોંઘીદાટ હોટલોમાં રહેવાની સાથે મોંઘા સામાન ખરીદવાને લઈને પણ નસરીન ચર્ચામાં આવી હતી. મોઈન કુરેશી પહેલીવાર દીકરી પર્નિયાના લગ્નને કારણે ઈડીની બાજ નજરે ચઢ્યો હતો. 2011માં તેની દીકરીએ જાન ગૈલીનિયો દ્વારા ડિઝાઈન કરાયેલ 80 લાખનું ગાઉન પહેર્યું હતું. 

પાકિસ્તાની સિંગરને આપ્યું આમંત્રણ
2011 પહેલા મોઈન કુરેશીને લોકો ઓળખતા પણ ન હતા. પરંતુ 2011માં તેની દીકરીના લગ્ન લંડનના સીએ અર્જુન પ્રસાદ સાથે થયા હતા. અર્જુનનો પરિવાર મનમોહન સરકારમાં મંત્રી રહેલ જતિન પ્રસાદ સાથે ઘરોબો ધરાવતો હતો. આ લગ્નમાં મોઈને પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનને આમંત્રણ આપ્યું હતું. રાહત ફતેહ અલી ખાન જ્યારે પાકિસ્તાન પરત ફર્યા ત્યારે તેઓ 56 લાખ વિદેશી કરન્સી સાથે પરત ફર્યા હતા. 2015માં મુઝફ્ફર અલીની ફિલ્મ જાનિસાર રિલીઝ થઈ હતી. જેમાં એક્ટર ઈમરાન અબ્બાસ નકવી અને એક્ટ્રેસ પર્નિયા હતી, જે મોઈનની દીકરી છે. ત્યારે પણ આરોપ લાગ્યા હતા કે, દીકરીને એક્ટ્રેસ બનાવવા માટે મોઈન કુરેશીએ જ ફિલ્મોમાં રૂપિયા લગાવ્યા હતા. 

2014ના લોકસભા ઈલેક્શનમાં નરેન્દ્ર મોદીના કેમ્પેઈનમાં અનેક રેલીઓ સાથે મોઈન કુરેશીનું નામ જોડાયું હતું. તેની પિંક ઈન્ડસ્ટ્રીઝ (માંસની કંપની)નું નામ યુપીએ સરકાર તથા કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે પણ જોડાયું હતં. ફેબ્રુઆરી, 2014માં મોઈન કુરેશીના 15થી વધુ સ્થળો પર દરોડા પડ્યા હતા. આ દરોડામાં અનેક ખુલાસા થયા હતા. દૂબઈ કંપનીના માઘ્યમથી હવાલા કારોબારની લિંક મળી હતી. આ કંપનીઓ મોઈનની પત્ની નસરીના પાકિસ્તાની નાગરિક ભાઈ દ્વારા સંચાલિત હતી. જેના બાદ રંજીત સિન્હા અને એપી સિંહનો રોલ આવ્યો હતો. રંજીત સિન્હાની વિઝીટર ડાયરીમાં તે મોઈનને 70 વાર મળ્યા હોવાનું લખાયેલું છે. જેને કારણે આ સમગ્ર મામલો ઉથલાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news