Video: 10,000 રન બનાવનાર વિરાટે કહ્યું, દેશ માટે રમવું કોઇની પર ઉપકાર નથી
વિરાટ કોહલીએ બીસીસીઆઇ.ટીવીને કહ્યું હતું કે, મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌથી મોટા સમ્માન છે અને 10 વર્ષ રમ્યા બાદ પણ મને એવો એહસાસ થતો નથી કે હું કોઇ ખાસ વસ્તુનો હકદાર છું.
Trending Photos
નવી દિલ્હી: દેશના માટે રમવું ‘કોઇના પર ઉપકાર કરવું’ નથી અને કદાચ આ કારણ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ વિતાવ્યા બાદ ભારતીય કેપ્તાન વિરાટ કોહલી પોતાને ‘કેટલાક વિશિષ્ટ હક’ માટે પોતાને દાવેદાર ગણતો નથી. વિરાટ કોહલીએ વન-ડેમાં 10 હજાર રન સૌથી ઓછી મેચમાં પૂરા કરી સચિન તેન્દુલકરનો રેકોર્ટ તોડ્યો છે. તેનું માનવું છે કે કઇપણ નક્કી કરેલું માનવું જોઇએ નહીં.
વાંચવા માટે ક્લિક કરો: ભારતના આ સ્ટેડિયમનો ટોપ સ્કોરર છે વિરાટ, હેટ્રિક સદી ફટકારવાનો છે ચાન્સ
વિરાટ કોહલીએ બીસીસીઆઇ.ટીવીને કહ્યું હતું કે, મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌથી મોટા સમ્માન છે અને 10 વર્ષ રમ્યા બાદ પણ મને એવો એહસાસ થતો નથી કે હું કોઇ ખાસ વસ્તુનો હકદાર છું. તમારે ત્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રત્યેક રન માટે ઘણી મહેનત કરવી પડશે. તેણે કહ્યું કે, ઘણા લોકો છે જે ભારતની તરફથી રમવા માંગે છે. જ્યારે તમે પોતાની જાતને તે સ્થિતિમાં રાખીને જોવો ત્યારે તમને અંદરથી રનોને ભૂખ હોવી જોઇએ અને વસ્તુનો નક્કી કરેલું માનવું જોઇએ નહીં. કોઇપણ સ્તર પર તેને સરળ માનશો નહીં. કોહલીએ કહ્યું કે ટીમનું પ્રતિબદ્ધતાની જરૂરીયાત હોય છે.
SPECIAL: India captain @imVkohli speaks about scaling mount 10K and why the team will always hold prime importance before personal milestones. DO NOT MISS THIS - by @Moulinparikh #TeamIndia #INDvWI
Interview Link 📽️ 👉 - https://t.co/IFmGUsG6uB pic.twitter.com/aWlyUNSbjz
— BCCI (@BCCI) October 25, 2018
એક ઓવરમાં 6 વખત પણ ડ્રાઇવ લગાવવી પડે કો કરીશ
તેણે કહ્યું કે, જો મારે એક ઓવરમાં 6 વખત ડાઇવ લગાવી પડે તો ત્યારે પણ હું ટીમ માટે આવું કરીશ. કેમકે આ મારું કર્તવ્ય છે અને તેના માટે મને ટીમે પસંદ કર્યો છે. આ મારા કામનો એક ભાગ છે. હું કોઇના પર ઉપકાર નથી કરી રહ્યો.
વાંચવા માટે ક્લિક કરો: T20 World Cup: અમારી ટીમના સમર્થકો વધ્યા, આશા અને દબાણ પણ વધ્યું- હરમનપ્રીત
‘કેટલાક વિશિષ્ટ હકનો દાવેદાર નથી હું’
કોહલીનું કહેવું છે કે, હું પોતાને ભાગ્યશાળી માનું છું. આ બધું વધારે મહત્વ નથી રાખતું પરંતુ તમે તમારા કરિયરમાં 10 વર્ષ રમ્યા બાદ આ સ્થાન પર પહોંચ્યા છો અને તે મારા માટે ખાસ છે. કેમકે હું આ રમતને ખુબ જ પસંદ કરુ છું અને વધારેમાં વધારે રમવા માંગુ છું. મારા માટે આ સૌથી મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે હું એટલા માટે ખુશ છું કે આટલા લાંબા સમય સુધી રમવામાં હું સફળ રહ્યો અને આશા છે કે આગળ પર હું રમતો રહીશ.
કોહલીએ બનાવ્યા સૌથી ઝડપી 10 હજાર રન, તેંડુલકરના ત્રણ રેકોર્ડ તોડ્યા
રેકોર્ડના નવા બાદશાહ વિરાટ કોહલીએ આંતરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે અને તેણે આ મામલે સચિન તેંડુલકરના રેકોર્ડ તોડ્યા છે જેમનું બેટ્સ ક્યારેક બેટિંગના દરેક રેકોર્ડ પોતાના નામે કરવા માટે આતુર રહેતું હતું. કોહલીએ વેસ્ટ ઇન્ડિઝની સામે બીજી વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં આ વિશિષ્ટ ઉપલબ્ધિ હાંસલ કરી જેના માટે તેને આ મેચ પહેલા 81 રનની જરૂર હતી. કોહલી 212મી વન-ડે મેચની 205મી બેટિંગમાં 10 હજાર રન પુરા કરી સૌથી ઓછી મેચમાં આ સ્થાન હાંસલ કરનાર બેટ્સમેન બની ગયો છે.
વાંચવા માટે ક્લિક કરો: વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ, કારણ ચોંકાવનારું...
આ પહેલા આ રેકોર્ડ તેંડુલકરના નામ પર હતું જેણે 259 મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં તેના બાદ સૌરવ ગાંગુલી (263 મેચ), રિકી પોન્ટિંગ (266), જેક કૈલિસ (272), મહેન્દ્ર સિંહ ધોની (273), બ્રાયન લારા (278)માં નંબર પર આવે છે.
વન-ડેમાં સૌથી ઝડપી 8000 રનનો રેકોર્ડ
વેસ્ટ ઇન્ડિઝની સામે સીરીઝ શરૂ થયા પહેલા કોહલીએ વન-ડેમાં 10 હજાર રન પુરા કરવા માટે 221 રનની જરૂરીયાત હતી. તેણે ગુવાહાટીમાં રમાઇ ચુકેલી પહેલી મેચમાં 140 રન બનાવ્યા હતા. વન-ડેમાં સૌથી ઝડપી 8000 રન (175 મેચ) અને 9000 રન (194 મેચ)નો રેકોર્ડ પણ કોહલીના નામે નોંધાયો છે.
10 હજાર રન પૂરા કરવા દુનિયાની 5મો બેટ્સમેન
કોહલી વન-ડેમાં 10 હજાર રન પૂરા કરનાર દુનિયાનો 13મો અને ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો છે. ભારતમાં જે બેટ્સમેને કોહલી પહેલા આ ઉપલબ્ધિ હાંસલ કરી છે તેમાં તેંડુલકર (18,426 રન), સૌરવ ગાંગુલી (11,363 રન), રાહુલ દ્રવિડ (10,889 રન) અને મહેન્દ્ર સિંહ ધોની (10,123 રન) શામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે