ફરજ ફાળવવા મુદ્દે NDAનાં પ્રિંસિપલ સહિત 4 વિરુદ્ધ કેસ દાખલ

લશ્કરની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થામા ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો, સીબીઆઇ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો

ફરજ ફાળવવા મુદ્દે NDAનાં પ્રિંસિપલ સહિત 4 વિરુદ્ધ કેસ દાખલ

નવી દિલ્હી : દેશની સૌથી પ્રતિષ્ઠિત સંરક્ષણ એકેડેમી એટલે કે એનડીએમાં ભાગ લેવાનાં તમામ દેશનાં તમામ નવયુવાનોની આંખોમાં હોય છે, અને જે યુવાનો એનડીએમાં જોડાઇ જાય છે, તેઓ પોતાની જાતને ખુબ જ ભાગ્યશાળી માને છે. જો કે દેશની આ પ્રતિષ્ઠિત સંરક્ષણ એકેડેમીમાં પણ ભ્રષ્ટાચારનાં મુળીયા રોપાઇ ચુક્યા છે. સીબીઆઇએ એનડીએમાં ફરજ મુદ્દે ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો છે. 

સીબીઆઇએ રાષ્ટ્રીય સુરક્ષા એકેડેમી(એનડીએ)નાં પ્રિંસિપલ અને ચાર અન્ય ફેકલ્ટી સભ્યોની સાથે જ અજાણ્યા વ્યક્તિઓની વિરુદ્ધ નવોદિત સૈન્ય અધિકારીઓનાં પ્રતિષ્ઠિત સંસ્થામાં શિક્ષણ કર્મચારીઓની પસંદગી અને નિયુક્તિમાં કથિત ગોટાળા માટેનો કેસ દાખલ કર્યો છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)એ પ્રિંસિપલ ઓમ પ્રકાશ શુક્લા, રાજનીતિજ્ઞ વિજ્ઞાનનાં એક પ્રોફેસર, વિભાગાધ્યક્ષ અને રસાયણ વિજ્ઞાનનાં એક આસિસ્ટેન્ટ પ્રોફેસર અને ગણિત વિજ્ઞાનનાં આસિસ્ટેંટ પ્રોફેસર વિરુદ્ધ કથિત ગુનાહિત ષડયંત્ર, ગોટાળો અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનાં પ્રાવધાનો હેઠળ કેસ દાખલ કર્યો છે. 

સીબીઆઇએ જણાવ્યું કે આરોપી વ્યક્તિઓની અધિકારીક અને રહેણાંકી પરિસરો પર બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા, જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. ઓમ પ્રકાશ શુક્લાને 2011માં ખડગવાસલા, પુણે ખાતે સશસ્ત્ર દળોને ટ્રેનિંગ કેન્દ્રનાં પ્રિંસિપલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news