વડોદરામાં ગુરૂવારથી રાજ્ય સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ

વડોદરામાં ગુરૂવારથી રાજ્ય સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે. 3 દિવસ સુધી ચાલનારી આ ચિંતન શિબિરમાં અલગ અલગ વિષયો પર ચર્ચા થશે. ગુડ ગવર્નન્સની થીમ પર યોજાઈ રહેલી આ ચિંતન શિબિરને લઈ તમામ તૈયારીઓ કરી લેવાઈ છે..

 

વડોદરામાં ગુરૂવારથી રાજ્ય સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ

વડોદરાઃ શહેરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ શિબિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના તમામ મંત્રીઓ અને અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. ગુડ ગવર્નન્સની થીમ પર ત્રણ દિવસ સુધી આ ચિંતન શિબિર યોજાઈ રહી છે.  શિબિરમાં અઢી કલાકના 7 સેશન યોજાશે. પ્રથમ દિવસે 2 સેશન, બીજા દિવસે 3 સેશન અને અંતિમ દિવસે 2 સેશન યોજાશે. 

રાજ્ય સરકારની 3 દિવસની આ ચિંતન શિબિરમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન હાજર રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, ચીફ સેક્રેટરી સહિત સચિવાલયના સિનિયર અધિકારીઓ હાજર રહેશે. તમામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પણ હાજરી આપશે. તો 33 જિલ્લાના કલેક્ટર અને મામલતદાર પણ ઉપસ્થિત રહેશે. સાથે જ કેન્દ્રના 3 સેક્રેટરી પણ હાજરી આપશે. રૂરલ, અર્બન અને હેલ્થના સેક્રેટરી હાજર રહેશે. તો 6 રિઝનલ કમિશનર પણ હાજરી આપશે. કેટલાક નિવૃત્ત અધિકારી પણ હાજર રહેશે.

વડોદરામાં યોજાઈ રહેલી આ ચિંતન શિબિરને લઈને તંત્રએ તમામ તૈયારી કરી લીધી છે તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news