જંગલમાંથી મળી આવ્યો ગુમ વિદ્યાર્થી:ISISનાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ મળ્યાં

ગાઝીયાબાદની લોની બોર્ડર નજીકથી ગુમ થયેલો વિદ્યાર્થી ટ્રોનિક સિટી નજીકનાં જંગલોમાંથી મળી આવ્યો હતો

જંગલમાંથી મળી આવ્યો ગુમ વિદ્યાર્થી:ISISનાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ મળ્યાં

ગાઝીયાબાદ : ગાઝીયાબાદનાં લોની બોર્ડર વિસ્તારમાં ગુમ બીસીએ વિદ્યાર્થીને ટ્રોનિકા સિટીની નજીકનાં જંગલોમાં બાંધીને ફેંકી દેવાયા હતા. જેને પરિવારજનો અને પોલીસે ત્યાં બેહોશ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. જે અંગે ISIS લખેલું છે. તેના પર કેટલાક અન્ય શંકાસ્પદ શબ્દો પણ લખેલા હતા. જેમાં પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કરેલો છે.

ઘાયલ હાલતમાં બીસીએનાં વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગાઝીયાબાદની લોની બોર્ડર વિસ્તારમાં સોમવારે રાત્રે બીસીએનો એક વિદ્યાર્થી ગુમ થઇ ગઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર તેને કેટલાક અજાણ્યા લોકો ઉઠાવીને લઇ ગયા હતા. બીસીએનાં વિદ્યાર્થી મિંટુએ જો કે ત્યાર બાદ તેની સાથે શું થયું તે અંગે કોઇ માહિતી નહી હોવાનું જણાવ્યું હતું. પોલીસને તે મંગળવારે ટ્રોનિકા સિટી નજીકનાં જંગલમાંથી મળી આવ્યો હતો. 

જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, જે સ્થળેથી મિંટૂ મળ્યો છે, તેની પાસેથી કેટલાક શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે. એક કાગળ પર આઇએસઆઇએસ પણ લખેલું છે અને તે ઉપરાંત પાકિસ્તાન અંગેનાં પણ કેટલાક શંકાસ્પદ શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અર્થ સ્પષ્ટ છે કે, વાતાવરણ ડહોળવાનો પ્રયાસ પણ હોઇ શકે છે. જો કે હાલ આ કેસ ખુબ જ ગંભીર લાગી રહ્યો છે. મિંટીને લોનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news