બે હાથમાં 'બંદૂક' લઈને નાચનારા MLA 'ચેમ્પિયન' સામે BJPએ કરી કડક કાર્યવાહી

ઉત્તરાખંડના ખાનપુરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય એવા કુંવર પ્રણવ સિંહ કે જેઓ 'ચેમ્પિયન'ના નામે ઓળખાય છે, તેમનો તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે દારૂના નશામાં બે હાથમાં ઘાતક શસ્ત્રો (રિવોલ્વર અને બંદૂક) લઈને ગીત ગાતા હતા 

બે હાથમાં 'બંદૂક' લઈને નાચનારા MLA 'ચેમ્પિયન' સામે BJPએ કરી કડક કાર્યવાહી

દહેરાદૂનઃ પોતાના બે હાથમાં ઘાતક હથિયાર સાથે ડાન્સ કરનારા ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ 'ચેમ્પિયન'ને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ભાજપે 'ચેમ્પિયન' પર શિસ્તભંગના કડક પગલાં લેતાં પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના ધારાસભ્ય એવા કુંરવ પ્રણવ સિંહ કે જેઓ 'ચેમ્પિયન'ના નામે ઓળખાય છે, તેમનો તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે બે હાથમાં ઘાતક શસ્ત્રો લઈને 'તમાચે પે ડિસ્કો' ગીત પર ડાન્સ કરતા હતા. વીડિયો મુજબ ધારાસભ્યના એક હાથમાં રિવોલ્વર હતી અને બીજા હાથમાં બંદૂક હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ અંતર્ગત તપાસ શરૂ કરી હતી.  

આ વીડિયો વાયરલ થયા પછી ભાજપના ઉત્તરાખંડના પ્રભારી શ્યામ જાજુએ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનને અમર્યાદિત વ્યવહાર કરવાના આરોપ અંતર્ગત પાર્ટીમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. વીડિયો વાયરલ થયા પછી હરિદ્વાર પોલીસે વીડિયોની ખરાઈ કરવાની સાથે-સાથે ચેમ્પિયન પાસે રહેલા હથિયારોની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે, ચેમ્પિયન પાસે જે હથિયારો રહેલા છે તેનું તેમની પાસે લાયસન્સ છે કે નહીં. 

— ANI (@ANI) July 10, 2019

MLA प्रणव 'चैंपियन' को BJP का नोटिस, पूछा- 'क्यों न किया जाए पार्टी से निष्कासित'

— ANI (@ANI) July 17, 2019

પોલીસને શંકા હતી કે દારૂના નશામાં લહેરાવાયેલા તમામ હથિયારોનું લાયસન્સ ધારાસભ્ય પાસે નહીં હોય. જો આમ હશે તો સૌથી પહેલાતો આર્મ્સ એક્ટ અંતર્ગત ધારાસભ્ય સામે કેસ દાખલ થશે. પાર્ટી હાઈકમાન્ડ પર ચેમ્પિયનની આ હરકતથી નારાજ થયું હતું અને 10 દિવસમાં આ વીડિયો અંગે ચેમ્પિયન પાસેથી ખુલાસો માગવામાં આવ્યો હતો. હવે, પાર્ટીએ શિસ્તભંગના પગલાં લેતાં ચેમ્પિયનને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news