બહેન અનીશાને લઈને ભાવુક થઈ દીપિકા પાદુકોણ, બોલી- 'બંડલ ઓફ જૉય'
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બહેન અનીશાની સાથે જોવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સંબંધોની દુનિયામાં બે બહેનોનો સંબંધ ખુબ મધુર હોય છે. લગભગ તેથી બે બહેનો વચ્ચે ઝગડો થાય તો પણ તેમાંથી પ્રેમ છલકાય છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેની બહેન અનીશા પાદુકોણનો સંબંધ પણ કંઇક એવો જોવા મળી રહ્યો છે. હાલમાં બહેનની સાથે ટેનિસ મેચ જોવા પહોંચેલી દીપિકાએ પોતાના ઇમોશનને સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે અનીશા સાથે ખુબ ભાવુક જોવા મળી રહી છે. આ ફોટોની સાથે દીપિકાએ પોતાની બહેન અનીશા પાદુકોણ માટે એક મેસેજ પણ લખ્યો છે. જુઓ તે તસ્વીર.....
દીપિકા બહેન અનીશા સાથે રવિવારે લંડનમાં બિમ્બલ્ડનની ફાઇનલ જોવા માટે પહોંચી હતી. દીપિકાએ વધુ એક તસ્વીર શેર કરી છે, જેમાં બંન્ને બહેનો લગ્ઝરી બ્રાન્ડ રાલ્ફ લોરેનના વાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
તેના કેપ્શનમાં દીપિકાએ લખ્યું, 'રમતના ઈતિહાસમાં સૌથી ઐતિહાસિક ક્ષણમાથી એકના રૂપમાં જેને યાદ કરવામાં આવશે આ બંડલ ઓફ જોયની સાથે તેની સાક્ષી બની.'
હાલમાં દીપિકા લંડનમાં ફિલ્મ 83ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ વર્ષ 1983ના ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત છે અને આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકા નિભાવી રહી છે.
રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ આગામી વર્ષે 10 એપ્રિલે હિન્દી, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે