સ્માર્ટ અમદાવાદ: શહેરના માર્ગો પર હવે દોડશે પ્રદૂષણ મુક્ત ‘ઇલેક્ટ્રીક બસ’

આખરે અમદાવાદના માર્ગ પર ઇલેક્ટ્રીક બસ દોડતી થઇ ગઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ કરેલી જાહેરાત અંતર્ગત હાલમાં શહેરના માર્ગ પર 8 ઇલેક્ટ્રીક બીઆટીએસ બસ દોડતી કરી દેવામાં આવી છે. અને આ ઇલેક્ટ્રીક બસ દોડવવા માટે એએમસીએ સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભી કર્યુ છે. ત્યારે પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે આગામી દિવસોમાં શહેરમાં માર્ગો પર વધુ 300 ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ દોડાવવાનું આયોજન કરાયુ છે.

સ્માર્ટ અમદાવાદ: શહેરના માર્ગો પર હવે દોડશે પ્રદૂષણ મુક્ત ‘ઇલેક્ટ્રીક બસ’

અર્પણ કાયાદાવાલા/અમદાવાદ: આખરે અમદાવાદના માર્ગ પર ઇલેક્ટ્રીક બસ દોડતી થઇ ગઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ કરેલી જાહેરાત અંતર્ગત હાલમાં શહેરના માર્ગ પર 8 ઇલેક્ટ્રીક બીઆટીએસ બસ દોડતી કરી દેવામાં આવી છે. અને આ ઇલેક્ટ્રીક બસ દોડવવા માટે એએમસીએ સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભી કર્યુ છે. ત્યારે પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે આગામી દિવસોમાં શહેરમાં માર્ગો પર વધુ 300 ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ દોડાવવાનું આયોજન કરાયુ છે.

AMCનો 50 બસો દોડતી કરવાનો ટાર્ગેટ
સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત એએમસી દ્વારા શહેરમાં ઇલેક્ટ્રીક બસ દોડાવવાની જે વાત કરાઇ હતી, તેનો અમલ શરૂ કરી દેવાયો છે. પ્રથમ તબક્કામાં 18 બસ બેટરી સ્વેપિંગ અને 32 બસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી વાળી એમ કુલ 50 બસ દોડતી કરવાનું આયોજન કરાયુ છે. જૈ પેકી હાલમાં શહેરના માર્ગ પર 8 ઇલેક્ટ્રીક બસ બીઆરટીએસ કોરીડોરમાં દોડી રહી છે.

કડી : હોસ્ટલમાં મૂકવા જતા પહેલા પિતાએ કરી દીકરીની હત્યા, લાશ નર્મદા કેનાલની પાળે મૂકી દીધી

3થી 4 મીનીટના સમયમાં જ થાય છે બેટરી ચેન્જ 
નોંધનીય છે કે, હાલમાં શહેરમા જે 8 ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ દોડી રહી છે. તેને બેટરી સ્વેપીંગ ટેકનોલોજી ધરાવતી બસ છે. એટલે કે બસની બેટરી ડિસ્ચાર્જ થઇ જાય તો બસને રાણીપ ખાતેના આ ડેપોમાં લાવવામાં આવે છે. જ્યાં સંપૂર્ણ ઓટોમેટીક એટલે કે સ્માર્ટ મશિનની મદદથી બસમાં રહેલી 4 કેવીની બેટરી કાઢીને તેના સ્થાન ચાર્જ બેટરી ફીટ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રીયા 3 થી 4 મિનીટમાં પૂર્ણ થઇ જાય છે. બેટરી ફીટ થતાની સાથે જ બસ પુનઃ પોતાના રૂટ પર રવાના થઇ જાય છે. 

રોબોટિક ટેક્નોલોજીથી બદલાય છે બેટરી
હાલમાં આ ઇલેક્ટ્રીક બસ 27 કીમીના આરટીઓ સરક્યુલર રૂટ ઉપર જ દોડી રહી છે. જેથી 27 કીલોમીટરનો એક આખો રૂટ પૂર્ણ કરીને આ બસ રાણીપ ખાતેના ડેપો ઉપર બેટરી બદલવા માટે આવે છે. અને ગણતરીની મિનીટોમાં જ આ રોબોટિક ટેકનોલોજીની મદદથી બેટરી બદલીને રવાના થઇ જાય છે.

23 વર્ષમાં ગુજરાતની વસ્તી 3.5 કરોડ વધી, પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ જ રહ્યાં, એવું કેવી રીતે?

આ ઇ-બસમાં કોઇ પણ પ્રકારનું એન્જીન નથી 
ઇલેક્ટ્રીક બસની અંદરની સામાન્ય ડિઝલ બસ કરતા અત્યંત આરામદાયક અને પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકશાન કરતી આ બસની સૌથી મોટી વિશેષતા છે કે તેમાં એન્જીન નથી. જેથી વાયુ કે ધ્વની પ્રદૂષણ નથી થતુ. આ ઉપરાંત આ બસ ઓટોમેટીક મોડ પર ચાલે છે, એટલે કે ગીયર બોક્ષ નથી. આ ઉપરાંત પણ અનેક સુવિધાઓ અને ટેકનોલોજી છે.

જુઓ LIVE TV:

 

ફાસ્ટ ચાર્જિગ ટેક્નોલોજી વાળી ઇ-બસ
મહત્વનુ છેકે બેટરી સ્વેપિંગ ટેકનોલોજીની સાથે જ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી વાળી ઇલેક્ટ્રીક બસ પણ આગામી સમયમાં દોડતી થશે. તે માટે નારણપુરાના આ એએમટીએસ ડેપોમાં જ ઇલેકટ્રીક બસને ચાર્જ કરવા માટેની ખાસ મશિનરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જ્યાં આ 15 પોઇન્ટ પર બન્ને તરફ એક સાથે 30 બસ ચાર્જ થઇ શકશે. અને તેનો સમય 3 થી 4 કલાકનો રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news