બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યુ, લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ
બિહારના શિક્ષણ મંત્રી મેવાલાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.
Trending Photos
પટનાઃ બિહારના સરકારના શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ રાજીનામુ આપી દીધું છે. ગુરૂવારે તેમણે 12 કલાકે પદભાર ગ્રહણ કર્યો હતો. તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. મેવાલાલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે કાલે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે બધુ બરોબર હોવાની વાત કરી હતી. આજે પદભાર સંભાળ્યા બાદ તેમણે બીજીવાર નીતીશ કુમાર સાથે મુલાકાત કરી અને ત્યારબાદ રાજીનામુ આપ્યું છે. મહત્વનું છે કે મેવાલાલ ચૌધરી બિહાર સરકારમાં ત્રીજા એવા મંત્રી છે જેણે ભ્રષ્ટાચારના આરોપો બાદ તત્લાક રાજીનામુ આપ્યું છે. આ પહેલા જીતન રામ માંઝી અને પરિવહન મંત્રીના રૂપમાં કામકાજ સંભાળતા આરએન સિંહે પદભાર ગ્રહણ કર્યા બાદ રાજીનામુ આપ્યું હતું.
મહત્વનું છે કે મેવાલાલ ચૌધરી પર આઈસીસીની કલમ છેતરપિંડી, સરકારી રકમની ઉચાપત, નકલી દસ્તાવેજ બનાવી હેરાફેરી તથા મૂળ દસ્તાવેજમાં છેડછાડ તથા ક્રિમિનલ ષડયંત્ર રચવાના આરોપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે