સુરતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વિસ્ફોટ, કોરોના વોર્ડ અને ટેસ્ટિંગ સેન્ટર વધારાયા

શહેરમાં દિવાળીનાં તહેવાર બાદ શહેરોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. લોકોએ કોરોનાનાં તમામ નિયમો નેવે મુકીને ખરીદી કરી અને એક બીજાને નવા વર્ષમાં મળ્યા અને તમામ નિયમો તોડ્યા. જેના પગલે હવે શહેરી વિસ્તારમાં કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. અમદાવાદમાં વિકટ સ્થિતી બાદ હવે સુરતમાં પણ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ સેન્ટર મોટા પ્રમાણમાં શરૂ કર્યા છે. 
સુરતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વિસ્ફોટ, કોરોના વોર્ડ અને ટેસ્ટિંગ સેન્ટર વધારાયા

સુરત : શહેરમાં દિવાળીનાં તહેવાર બાદ શહેરોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. લોકોએ કોરોનાનાં તમામ નિયમો નેવે મુકીને ખરીદી કરી અને એક બીજાને નવા વર્ષમાં મળ્યા અને તમામ નિયમો તોડ્યા. જેના પગલે હવે શહેરી વિસ્તારમાં કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. અમદાવાદમાં વિકટ સ્થિતી બાદ હવે સુરતમાં પણ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ સેન્ટર મોટા પ્રમાણમાં શરૂ કર્યા છે. 

સુરત મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધી પાનીના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે નિકળી પડ્યા હતા. જેના કારણે હવે કોરોનાના કેસોનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. સુરતમાં કોરોનાના કિસ્સાઓમાં પાંચ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીનાં દિવસોમાં બહારગામ ગયેલા લોકો 22 તારીખ બાદ મોટા પ્રમાણમાં સુરતમાં પરત ફરી રહ્યા છે. જેના કારણે કેસોની સંખ્યામાં હજી પણ મોટો ઉછાળો આવવાની સંભાવના કોર્પોરેશનનાં અધિકારીઓ સેવી રહ્યા છે. 

અગાઉ કેસોની સંખ્યા ઘટી જતા કોર્પોરેશન દ્વારા હંગામી ચાલુ કરાયેલા ટેસ્ટિંગ સેન્ટર્સ પૈકી મોટા ભાગના બંધ કરી દેવાયા હતા. આ ઉપરાંત સંખ્યા ઘટતા કોરોના વોર્ડની પણ સંખ્યા ઘટાડી દેવામાં આવી હતી. જો કે હવે ફરી સ્થિતી વિકટ થવાના કારણે ન માત્ર કોરોના ટેસ્ટિંગ ડોમ પરંતુ કોરોના વોર્ડની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 

કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં કોર્પોરેશન માટે બીજો મહત્વનો પડકાર છે કે હવે શાળાઓ પણ ચાલુ થવા જઇ રહી છે. તેવામાં બાળકો અને શિક્ષકો ન માત્ર સલામત રહે પરંતુ કોરોના સંક્રમિત કોઇ બાળક હોય અને તે અન્ય બાળકોના સંપર્કમાં આવે તે પહેલા તેની ઓળખ કરવી તે પણ એક મોટો પડકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news