રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર નિવૃતી બાદ પણ નહીં ચાલે કોઈ કેસ, બંધારણમાં થશે સંશોધન
બંધારણમાં સંશોધન બાદ કોઈ રાષ્ટ્રપતિ જો ગંભીર ગુના કે રાજદ્રોહની શ્રેણીમાં આવશે તો તેને અપવાદની શ્રેણીમાં રાખવામાં આવશે. આવા ગુના માટે રાષ્ટ્રપતિ પર કેસ ચલાવી શકાશે.
Trending Photos
માસ્કોઃ રશિયાના બંધારણમાં આ વર્ષે બીજીવાર સંશોધન કરવામાં આવી રહ્યું છે. પ્રથમવાર જુલાઈમાં તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું. તે સમયે વ્લાદિમીર પુતિનને વર્ષ 2036 સુધી રાષ્ટ્રપતિ પદ માટે બન્યા રહેવાના અધિકાર આપવામાં આવ્યા હતા. બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે હવે બીજા સંશોધન હેઠળ પદથી હટ્યા બાદ પણ રાષ્ટ્રપતિ પર કોઈ પ્રકારનો ફોજદારી કેસ ચલાવી શકાશે નહીં. બંન્ને ગૃહોમાં પાસ થયા બાદ આ બિલ પર ખુદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ હસ્તાક્ષર કરશે.
બંધારણમાં સંશોધન બાદ કોઈ રાષ્ટ્રપતિ જો ગંભીર ગુના કે રાજદ્રોહની શ્રેણીમાં આવશે તો તેને અપવાદની શ્રેણીમાં રાખવામાં આવશે. આવા ગુના માટે રાષ્ટ્રપતિ પર કેસ ચલાવી શકાશે. આ બિલને હાલ રશિયાના નિચલા ગૃહ ડૂમાનું સમર્થન પ્રાપ્ત થઈ ગયું છે. આ નવા સંશોધનની અંદર રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પણ આવશે. તમને જણાવી દઈએ કે હાલ પૂર્વ રાષ્ટ્રપતિના નામ પર માત્ર દમિત્રી મેદવેદેવ જ જીવિત છે જે હાલના રાષ્ટ્રપતિના નજીકના છે. દમિત્રી દેશના પ્રધાનમંત્રી પણ રહી ચુક્યા છે.
એક પથ્થર છાપરું ફાડીને ઘરમાં પડ્યો...અને આ યુવક બની ગયો રાતોરાત કરોડપતિ
નવુ બિલ પાસ થવાથી અને તેનો કાયદો બનવાનો ફાયદો ન માત્ર પૂર્વ અને હાલના રાષ્ટ્રપતિ ઉઠાવી શકશે પરંતુ તેના પરિવારની સાથો જોડાયેલા સભ્યો પણ તેનો લાભ ઉઠાવી શકશે. આ સંશોધન બાદ રાષ્ટ્રપતિના પરિવારના સભ્ય કોઈપણ પોલીસ તપાસ અને પૂછપરછ હેઠળ આવશે નહીં. આ લોકોની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર પણ કોઈ પાસે હશે નહીં. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો આ ચોથો કાર્યકાળ છે જે વર્ષ 2024મા પૂરો થઈ રહ્યો છે. પરંતુ પૂર્વમાં થયેલા સંશોધન બાદ તે હજુ 12 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે રશિયાના બંધારણમાં જ્યારે જુલાઈમાં સંશોધન કરવામાં આવ્યું ત્યારે આ પ્રક્રિયામાં એક સપ્તાહનો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરી મળી હતી. તે સમયે જે સંશોધન કરવામાં આવ્યું તેમાં સમાન લિંગના લગ્નનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આ બંધારણ સંશોધનનો પ્રસ્તાવ પુતિન તરફથી આ વર્ષે જાન્યુઆરીમાં આપવામાં આવ્યો હતો. આ સંશોધને લઈને જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે