ગુજરાતમાં HMP વાયરસે ચિંતા વધારી; એક પછી એક કેસમાં વધારો, કચ્છના 59 વર્ષીય આધેડ પોઝિટિવ
HMP Virus : મૂળ કચ્છના રહેવાસીને સારવાર અર્થે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
Gujarat HMP Virus : ચીનમાંથી આવેલા HMP વાયરસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાતમાં એચએમપીવીનો (HMPV) વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં ગઇકાલે સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે 11 જાન્યુઆરીના મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ
મૂળ કચ્છના રહેવાસીને સારવાર અર્થે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ કિસ્સામાં પણ દર્દીની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. આ કેસ સાથે દેશમાં HMP વાયરસના કેસનો આંક 5 થઈ ગયો છે, જ્યારે દેશમાં કુલ 15 કેસ નોંધાયા છે.
વાઇરસના લક્ષણો
આ વાઇરસને હ્યુમન મેટાન્યૂમો વાઇરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. જેમાં ઉધરસ અથવા ગળામાં ખારાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી
સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે